Western Times News

Gujarati News

મુસ્લિમ સમુદાય વિરુદ્ધ વાંધાનજક નિવેદનો અંગે સુપ્રીમે ઉત્તરાખંડની સરકાર સાથે દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવી

Files Photo

નવીદિલ્હી, હરિદ્વારમાં થયેલી ધર્મસંસદ અને દિલ્હીના એક કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો અંગે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડની સરકાર સાથે દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. અરજીમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નિવેદનબાજીની નિષ્પક્ષ એસઆઇટી તપાસની માગણી કરાઈ છે.

અરજીકર્તાએ ભડકાઉ ભાષણો આપનારા લોકોની તત્કાળ ધરપકડ કરવાની અને તેમના પર કેસ ચલાવવાની માગણી કરી છે.
હરિદ્વાર ધર્મ સંસદ મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી છે જેના પર હવે ૧૦ દિવસ બાદ સુનાવણી થશે. કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારના કેટલાક મામલા પહેલેથી પેન્ડિંગ છે. એ જાેવાનું રહેશે કે શું આ મામલાને તેમની સાથે જાેડવામાં આવે કે પછી અલગથી સુનાવણી થાય.

અરજીકર્તાના વકીલ કપિલ સિબ્બલે ૨૩ જાન્યુઆરીના રોજ અલીગઢમાં થનારી ધર્મ સંસદ રોકવાની માગણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ માટે તેઓ રાજ્ય સરકારને આવેદન આપે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.