Western Times News

Gujarati News

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત: હોમ આઇસોલેટ

નવીદિલ્હી, ભારતના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત થયા છે, આ અંગેની માહિતી તેમણે ટિ્‌વટ દ્વારા આપી છે અને લોકોને અપીલ કરી છે કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે સત્વરે કોરોના રિપોર્ટ કઢાવી લે,હું હાલ હોમ ઓઇસોલેટ થયો છું.કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત થયા છે.

તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. ૬૪ વર્ષીય બીજેપી નેતાએ ટિ્‌વટર દ્વારા આ માહિતી આપી હતી. ગડકરી હાલમાં કોરોના વાયરસના હળવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે.

દેશમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે.ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૮,૦૬૩ નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસની સરખામણીએ ૬.૫% ઓછા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મંગળવારે દર્શાવે છે. આનાથી કુલ કેસ ૩,૫૮,૭૫,૭૯૦ નોધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૭૭ જેટલાં મૃત્યુ નોંધાયા છે, જેમાં કુલ નોંધાયેલા મૃત્યુની સંખ્યા વધીને ૪,૮૪,૨૧૩ થઈ ગઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.