Western Times News

Gujarati News

માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટિ્‌વટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યો

નવીદિલ્હી, માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટિ્‌વટર એકાઉન્ટ સાથે છેડછાડના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ટિ્‌વટર એકાઉન્ટ પરથી ‘ગ્રેટ જાેબ’ની ટિ્‌વટ સતત થઈ રહી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર એકાઉન્ટનું નામ આપોઆપ બદલાઈ ગયું છે. પ્લેટફોર્મ પર નવું નામ ‘એલન મસ્ક’ થઇ ગયુ હતુ. નોંધનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એકાઉન્ટ પણ હેક થયાના સમાચાર સામે આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, હેકર્સે બિટકોઈનની એક લિંક શેર કરી હતી, જેમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્કનો ફોટો શેર કર્યો હતો. હેકર્સે બિટકોઇનની લિંકની સાથે કેપ્શનમાં લખ્યું હતુ કે, ‘સમથિંગ અમેઝિંગ’. જાેકે, થોડા સમયમાં જ મંત્રાલયે ટ્‌વીટ કરીને જાણકારી આપી હતી કે, એકાઉન્ટ ફરીથી ફિક્સ કરી દેવામાં આવ્યું છે. હેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી લિંકના જવાબમાં ગ્રેટ જાેબ પણ લખવામાં આવ્યું હતું.

હવે આ એકાઉન્ટ ફરીથી રિસ્ટોર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટિ્‌વટર પર ૧.૪ મિલિયન ફોલોઅર્સ છે. ોંધનીય છે કે, વડા પ્રધાન મોદીનું ટિ્‌વટર હેન્ડલ થોડા સમય માટે હેક કરવામાં આવ્યું હતું અને તેના પરથી એક ટિ્‌વટ થયું હતું કે, ભારતે ‘બિટકોઈનને સત્તાવાર રીતે કાયદેસર કરી દીધું છે.’ બાદમાં, વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ એકાઉન્ટ હેક થયાની માહિતી આપી હતી.

એકાઉન્ટને તરત જ સુરક્ષિત કરવામાં આવ્યું હતું. પીએમઓએ કહ્યું હતુ કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટિ્‌વટર હેન્ડલ થોડા સમય માટે હેક કરવામાં આવ્યું હતું. આ મામલો ટિ્‌વટર પર ઉઠાવવામાં આવ્યો હતો અને તરત જ એકાઉન્ટને સુરક્ષિત કરવામાં આવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.