Western Times News

Gujarati News

ચૂંટણીવાળા રાજ્યોમાં જ કોરોનાનો સૌથી વધુ ખતરો, ઉત્તર પ્રદેશના ૭૫માંથી ૬૫ જિલ્લા હાઇ રિસ્ક ઝોનમાં

નવીદિલ્હી, દેશમાં કોરોનાની વધતી જતી રફતાર ફરી એકવાર ચિંતાનું કારણ બની ગઈ છે. આ દરમિયાન પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર, યુપી અને ગોવામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા રચવામાં આવેલા એક ગ્રુપે રિપોર્ટ આપ્યો છે કે ચૂંટણીવાળા રાજ્યોમાં કોરોનાનું જાેખમ વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ, પંજાબ અને મણિપુરના મોટાભાગના જિલ્લાઓમાં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે કોરોનાના કેસ ઝડપથી વધી શકે છે.

રિપોર્ટ અનુસાર આ રાજ્યોની વસ્તીમાં ગંભીર બીમારી અને પ્રતિકૂળ પરિણામોનું જાેખમ વધી ગયું છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યો (યુપી, પંજાબ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડ) માટે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કર્યાના બે દિવસ પછી સોમવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે રિપોર્ટ શેર કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં ઉત્તર પ્રદેશના ૭૫માંથી ૬૫ જિલ્લા, પંજાબના ૨૨માંથી ૨૧ જિલ્લા અને મણિપુરના ૧૬માંથી ૯ જિલ્લાને ‘શ્રેણી ૧’ અને ‘શ્રેણી ૨’ જિલ્લાના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે કોરોના મહામારીનો ખતરો વધુ છે. વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે આ જિલ્લાની વસ્તુ ગંભીર બીમારી અને પ્રતિકૂળ પરિણામોના ખતરામાં છે.

રિપોર્ટમાં ૧૫ રાજ્યોમાં ફેલાયેલા વધુ ખતરાવાળી શ્રેણી-૧માં ૯૯ જિલ્લાઓ છે. તેમાંથી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ (૩૯ જિલ્લાઓ), ત્યારબાદ ઝારખંડ (૧૩), બિહાર (૧૧) અને પંજાબ (૯) છે. આ લિસ્ટમાં મણિપુરના બે જિલ્લા સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.