Western Times News

Gujarati News

ઓમિક્રોનઃ દેશમાં વિકટ પરિસ્થિતિ સર્જાશે

ભવિષ્યમાં આપણો સામનો હજી જીવલેણ -વાઈરસના વધુ ખતરનાક, વધુ ચેપી અને વધુ ઘાતકી વેરિઅન્ટ સામે થવાનો બાકી છે. હાલનો અનુભવ આપણને એ બધા સામે લડવા તૈયાર કરે છે

ચીનની વુહાન લેબમાંથી કોરોના વાયરસ ફેલાયા બાદ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહયો છે ભારત, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં સંખ્યાબંધ લોકો કોરોનામાં સપડાયા છે અને અસંખ્ય નાગરિકોના ભોગ લેવાયા છે. અમેરિકાએ આ મુદ્દે ચીન સામે લશ્કરી કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી હતી.

ચીનમાંથી ફેલાયેલા આ વાયરસે હવે ચીનમાં પણ હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે. ભારતમાં એક પછી એક નવા વેરિઅન્ટો આવી રહયા છે જેના પરિણામે તબીબો પણ ચોકી ઉઠયા છે. ભારત દેશમાં બીજી લહેર દરમિયાન ડેલ્ટા વોરિઅન્ટે હાહકાર મચાવ્યો હતો અને હોસ્પિટલોમાં બેડ પણ ખુટી ગયા હતા.

હવે ઓમિક્રોન વેરિયન્ટ ભારત દેશમાં ખુબ જ ઝડપથી પ્રસરી રહયો છે. ચિંતાજનક બાબત એ છે કે ઓમિક્રોન ખુબ જ ઝડપથી ફેલાતો હોવાના કારણે આગામી દિવસોમાં ભારત દેશમાં ખુબ જ કપરી પરિસ્થિતિ સર્જાશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે પરિણામે કેન્દ્ર સરકાર સતર્ક બની છે. સ્પષ્ટ પણે માનવામાં આવી રહયું છે કે આ કોરોનાનો કયારે અંત આવશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આગામી સમય વધુને વધુ કપરો આવશે તેવું વૈજ્ઞાનિકો માની રહયા છે.

કોઈ પણ મહામારીમાં વાઈરસ જયારે વારંવાર પોતાનું સ્વરૂપ બદલે એટલે કે મ્યૂટેટ થવા લાગે ત્યારે તેની સામેનો જંગ જીતવો આસાન હોતો નથી. ઘાતક કોરોના વાઈરસ સાથેની આપણી લડાઈમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. કોરોનાના નવા નવા વેરિઅન્ટ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો માટે મોટો પડકાર બની રહ્યા છે.

કોરોના વાઈરસનો નવો સંક્રામક વેરિઅન્ટ ઓમિક્રોન ભારત સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ફ્રાંન્સથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફ્રાન્સમાં કોરોના વાઈરસનો વધુ એક નવો અને ખતરનાક વેરિઅન્ટ સામે આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં કુલ ૪૬ મ્યૂટેશન જાેવા મળ્યા છે. આ હકીકત સામે આવ્યા બાદ આરોગ્ય નીષ્ણાતો પણ ચોંકી ઉઠયા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ડબલ્યુએચઓ એ પણ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ઓમિક્રોન એ કોરોનાનો આખરી વેરિઅન્ટ નથી, જે માનવજાત માટે મુસીબત બનીને આવ્યો છેે ઓમિક્રોન જેમ જેમ વધુ ફેલાશે તેમ તેનાથી વિશ્વભરમાં લોકો વધુ ને વધુ સંક્રમિત થતા રહેશે અને નવા નવા તથા વધુ ઘાતક વેરિઅન્ટ પણ આવતા રહેશે.

ઓમિક્રોનને હરાવીને પણ આપણે શાંતિથી બેસી રહેવાની જરૂર નથી. ભવિષ્યમાં હજુ કોરોના વાઈરસના અનેક એવા વેરિઅન્ટ સામે આવશે, જે ફરી મહામારીની નવી નવી લહેર લાવતા જ રહેશે અને આપણી લડા ઈઆમ જ જારી રહેશે.

અહેવાલો અનુસાર નવા વેરિઅન્ટનો સૌપ્રથમ કેસ નવેમ્બર- રઢર૧ની મધ્યમાં જ ફ્રાન્સમાં મળયો હતો અને અત્યાર સુધીમાં તેના ૧ર કેસ સામે આવી ચૂકયા છે. આમ જાેઈએ તો કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ (ર૪ નવેમ્બરે) મળ્યો એ પહેલાં જ આઈએચયુ નામના આ નવા વેરિઅન્ટનો કેસ મળી ચૂક્યો હતો.

આઈએચયુનો પ્રથમ કેસ ફ્રાન્સની એક એવી વ્યક્તિમાં જાેવા મળ્યો હતો, જે ફુલ્લી વેક્સિનેટેડ હતી અને આફ્રિકન દેશ કેમેરૂનથી પરત આવી હતી. તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થયા બાદ કરવામાં આવેલા ટેસ્ટમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેનામાં આઈએચયુ એટલે કે બી.૧.૬૪૦.ર વેરિઅન્ટ હોવાની વાતની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમી ફ્રાન્સના આ જ ભૌગોલિક ક્ષેત્રમાંથી વધુ ૧૧ કેસ સામે આવ્યા છે.

પ્રારંભિક રિપોર્ટસ અનુસાર આઈએચયુના જિનેટિક કોડમાં ૪૬ મ્યુટેશન અને ૩૭ ડિલિશન્સ થઈ ચુકયા છે, જેમાંથી મોટાભાગના સ્પાઈક પ્રોટીનમાં થયા છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ નવા વેરિઅન્ટમાં થયેલા મ્યૂટેશન દુનિયાભરમાં કહેર વરસાવી રહેલા ઓમિક્રોન વેરિઅન્ટ કરતાં પણ વધુ છે.ે

ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીનમાં ૩૬થી વધુ મ્યૂટેશન થયા હોવાનું સામે આવ્યું હતું. સ્પાઈક પ્રોટીન દ્વારા જ વાઈરસ માણસની કોશિકાઓ સાથે ચીપકતો હોય છે. ઓમિક્રોન વેરિઅન્ટના ખતરનાક સંકટ સામે લડી રહેલી દુનિયા માટે આ એક ખૂબ ચિંતાજનક સમાચાર છે. ઓમિક્રોનનો પ્રથમ કેસ ર૪ નવેમ્બર, ર૦ર૧ના રોજ સાઉથ આફ્રિકામાં મળ્યો હતો દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં ફેલાઈ ચુકયો છે.

નિષ્ણાતો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે ઓમિક્રોન કે ત્યારબાદ ફ્રાન્સમાં દેખાયેલા વેરિઅન્ટને આખરી માની લેવાની ભૂલ ન કરવી જાેઈએ. ભવિષ્યમાં આપણો સામનો હજુ જીવલેણ વાઈરસના વધુ ખતરનાક, વધુ ચેપી અને વધુ ઘાતકી વેરિઅન્ટ સામે થવાનો બાકી છે. હાલનો અનુભવ આપણને એ બધા સામે લડવા તૈયાર કરે છે. ઓમિક્રોન કોરોના મહામારીનો અંત નથી જ, હજુ અનેક ખતરા બાકી છે.

અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે ભારે ફફડાટ ફેલાયો છે કેટલાક દેશોએ નિયંત્રણો લાદવાની શરૂઆત કરી દીધી છે જાેકે ભારતમાં પણ દિલ્હી સહિતના રાજયોમાં નિયંત્રણો લાદવામાં આવી રહયા છે. ઓમિક્રોન ખુબ જ ઝડપથી ફેલાતો હોવાથી કેસોની સંખ્યામાં ચિંતાજનક અને ઝડપથી વધારો થવાનો છે તેવુ સ્પષ્ટપણે વૈજ્ઞાનિકો માની રહયા છે

જેના પગલે ભારત સરકારે અગમચેતીના પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. બીજી લહેરમાં થયેલી ભુલોનું પુનરાવર્તન ન થાય તે માટે અત્યારથી જ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે.

પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓમિક્રોને ચિંતા વધારી છે તે જાેતા ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશમાં આગામી દિવસો ખુબ જ કપરા સાબિત થાય તેવું મનાઈ રહયું છે. નાગરિકો જાતે જ નહી ચેતે તો સમગ્ર પરિવારો મુશ્કેલીમાં મુકાશે. હાલમાં ખુબ જ ઝડપથી કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે અને દેશભરમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

ભારત દેશમાં કેસો વધવાની સાથે હવે રસીકરણની ઝુંબેશ ખુબ જ ઝડપથી પૂર્ણ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે અંગે હાલમાં કશું કહેવું અશ્કય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.