Western Times News

Gujarati News

દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં ૨ લાવારિસ બેગ મળી આવતા હડકંપ

નવીદિલ્હી, ગણતંત્ર દિવસ પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી બે સંદિગ્ધ બેગ મળી આવી છે. ત્યારબાદ એન્ટી બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્રે જણાવવાનું કે અગાઉ ૧૪ જાન્યુઆરીએ પણ ગાઝીપુર ફૂલ બજારમાંથી આવી એક બેગ મળી આવી હતી. જેમાં આઈઈડી હતું. જેને નિયંત્રિત વિસ્ફોટ દ્વારા નિષ્ક્રિય કરાયું હતું.

પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં શંકાસ્પદ બેગ મળવાની સૂચના મળતા જ હડકંપ મચી ગયો છે અને પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસ નજીક આવતા સમગ્ર દિલ્હીમાં હાઈ અલર્ટ છે અને રાજધાની દિલ્હીની સુરક્ષા વધારવામાં આવી છે. બે લાવારિસ બેગમાંથી એક લેપટોપ, એક ચાર્જર અને એક પાણીની બોટલ મળી છે.

ઘટનાસ્થળે પોલીસ તપાસ ચલાવી રહી છે. જાે કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ બેગ કોની છે અને કોણે તેને ત્યાં રાખી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.