Western Times News

Gujarati News

પેટ્રોલિયમ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીએ સોલાર ટ્રી બનાવ્યું

ઉદ્યોગ સાહસિક શનિ પંડ્યાએ વૃક્ષ જેવી ડિઝાઈન ધરાવતી સોલાર પેનલ લગાવી જમીન ઓછી હોય તો પણ ચાલે તેવો કન્સેપ્ટ

ગાંધીનગર, ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU Gandhinagar Gujarat)ના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ સોલાર વીજળી ઉત્પન્ન થઈ રહી છે. આ કંપનીની વેલ્યુ અત્યારે ૮૦ કરોડ રૂપિયાની થઇ છે. PDPU Alumnus Develops Solar Power Tree Company With Over Rs 80 Crore Market Valuation

શનિ પંડ્યા નામના પૂર્વ વિદ્યાર્થીએ શહેરોમાં ઓછી જમીનમાં સોલાર પ્રોજેક્ટ કેવી રીતે થઈ શકે તેમ છે તેની ડિઝાઈન પ્રસ્તુત કરી છે જે આગામી દિવસોમાં લોકોને કામ લાગશે. જેમની પાસે જમીન નથી અને સોલાર પાવર જાેઈએ છે તેવા લોકો અને સંસ્થાઓ માટે આ ડિઝાઈન કિફાયતી હોવાનું તે કહે છે.

સનિ પંડ્યાએ સોલર ટ્રીની ડિઝાઈન વિકસાવી છે અને તેનું પ્રોડક્શન પણ કરે છે. જેમાં વીજળી ઉત્પન્ન કરવા માટે ટ્રી એટલે કે વૃક્ષ જેવી ડિઝાઈનની સોલર પેનલ્સ લગાવવામાં આવે છે. ગાંધીનગર સ્થિત કંપની સોલર ટ્રી, સોલાર પાવર્ડ ઈવી ચાર્જિગ, સોલર ટ્રી ઓન રૂફટોપ, આઉટડોર એડવર્ટાઈઝીંગ અને સોલર ઈપીસી બનાવે છે તેના આ સાહસને ગાંધીનગર સ્થિતિ સસ્ટેનેબલ ટેકનોલોજી ઈનોવેશન કંપનીનો સપોર્ટ મળે છે.

ઈમેજીંગ પાવરટ્રીના મયંક પટેલ અને શનિ પંડયા શાર્ક ટેન્ક ઈન્ડિયામાં પાવર ટ્રીનું પ્રેઝન્ટેશન કરશે.  તે કહે છે કે તેણે સોલર પ્રોડક્ટની સોધ કરી છે જેને વૃક્ષની જેમ રોપી શકીએ છીએ. તેનાથી ગ્રાઉન્ડ સ્પેસ ૯૮ ટકા ઘટી જાય છે. તેને રસ્તાની વચ્ચે કે બાજુમાં પટ્ટીઓ પર, બગીચા સહિત અનેક જગ્યાએ લગાવી શકાય છે. આ પૂર્વ વિદ્યાર્થીનો એક પ્રોજેક્ટ ખેડા જિલ્લાના શત્રુડા ગામમાં છે.

ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ કોર્પાેરેશન લીમીટેડ (GIDC)એ પણ સાણંદમાં બે સોલર પાવર ટ્રી લગાવ્યા છે. શનિ પંડ્યા કહે છે કે અમે અમારા ગ્રાહકોની જરૂરિયાત મુજબ સોલર ટ્રી કસ્ટમાઈઝ કરીએ છીએ. અમે પાવર ટ્રીમાં ૩૦૦થી વધુ સ્ટ્રીટલાઈટ ઈન્સ્ટોલ કરી છે જે સંપૂર્ણપણે સૌર ઊર્જાથી ચાલે છે. સોલર ટ્રીના કારણે તેમની પાસે સૌર-સંચાલિત સ્ટ્રીટ લાઈટ છે અને ૧૬૦૦ ચોરસ ફૂટ કરતાં વધુ જગ્યાની બચત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.