Western Times News

Gujarati News

ચીન અને અમેરિકામાં થતી નિકાસમાં ૬૯%નો વધારો

સુરત, કોરોના કાળમાં જ્યારે વિશ્વ સામાજિક, ઔધોગિક જેવા તમામ પાસાઓ પર પાછળ જઇ રહ્યો હતો ત્યારે ભારતનો ડાયમંડ ઉદ્યોગ પ્રગતિ કરી રહ્યો હતો. જેમ એન્ડ જ્વેલરી એકસપોટ પ્રમોશન કાઉન્સીલના આંકડા મુજબ કોરોના કાળમાં પણ વર્ષે ૨૦૨૦ની સરખામણીમાં વર્ષ ૨૦૨૧માં કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં ૬૯.૩૫ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૧માં કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ ૧.૩૩ લાખ કરોડ પર પહોંચી હતી.

જે વર્ષે ૨૦૨૦માં ૭૮ હજાર કરોડ હતી. વર્ષ ૨૦૨૦થી સમગ્ર વિશ્વ કોરોના વાયરસના સક્જામાં ધીરે ધીરે ફસાઈ ગયું હતું. ત્યારે આર્થિક રીતે તો દેશ પડી ભાંગી રહ્યો હતો પરંતુ સામાજિક અને આરોગ્યની દ્રષ્ટીએ પણ અનેક ચેલેન્જ ઉભા થયા હતા. આવા સમયે લોકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પણ અનેક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ એક ઉદ્યોગ ભારતમાં એવો હતો કે, તે હરણફાળ રીતે પ્રગતિ કરી રહ્યો હતો.

તે છે જેમ એન્ડ જ્વેલરી. હાલમાં વર્ષ ૨૦૨૨ની શરૂઆત થઇ ગઇ છે ત્યારે પાછલા બે વર્ષેના આંકડા પર નજર નાખીએ તો, જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગએ નવા સીમા ચિન્હો સર કર્યા છે. વર્ષ ૨૦૨૦ની સરખામણીએ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે ૨૦૨૧માં ખુબ પ્રગતિ કરી છે. જે બાબત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ આંકડા મુજબ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ભારતનું હીરા અને જ્વેરાતનું માર્કેટ સૌથી મોટું ચાઈના, એન્ટવપ અને હોંગકૉગ છે.

કોરોના કાળમાં પણ આ દેશોમાં હીરા અને જવેલરીની પુષ્કળ માંગણી હતી વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં વર્ષ ૨૦૨૧માં કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોટમાં ૬૯.૩૫ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૧માં કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ ૧.૩૩ લાખ કરોડ પર પહોંચી હતી. જે વર્ષ ૨૦૨૦માં ૭૮ હજાર કરોડ હતી. જે આંકડા પરથી ફલિત થાય છે. આ ઉપરાંત ગોલ્ડ જ્વેલરી , સિલ્વર જ્વેલરી તેમજ સિન્થેટીક ડાયમંડની માંગમાં પણ વધારો થયો છે.

જીજેઇપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાના જણાવ્યા અનુસાર, વૈશ્વિક બજારમાં કોરોના કાળ દરમિયાન પણ હીરા-જવેરાતની માંગ સારી રહી હતી. જેથી વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં વર્ષ ૨૦૨૧માં સારો એક્સપોર્ટ જાેવા મળ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.