Western Times News

Gujarati News

યુપીમાં ૩૦ જાન્યુઆરી સુધી તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ

File Photo

લખનૌ, ઉત્તર પ્રદેશમાં વધતા કોરોના સંક્રમણને કારણે હવે તમામ શૈક્ષણિક સંસ્થાઓ ૩૦ જાન્યુઆરી સુધી બંધ રહેશે. આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીએ આ અંગે આદેશ જારી કર્યા છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ૨૩ જાન્યુઆરીથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. આ આદેશ ૩૦ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે, ત્યાં સુધી ઓનલાઈન ક્લાસ ચાલશે.

આ સમયે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો યથાવત છે. આવી સ્થિતિમાં વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. પહેલાથી જ યોગી સરકારે રાજ્યમાં કોરોના નિયંત્રણો લાદી દીધા છે. જેથી સંક્રમણના પ્રસારને રોકી શકાય.જણાવી દઈએ કે, રાજ્યમાં જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં કોરોનાની વધતી જતી ગતિને ધ્યાનમાં લઇને ૧૬ જાન્યુઆરીએ તમામ શાળા-કોલેજાે બંધ રાખવામાં આવી હતી.

પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી તમામ શૈક્ષણિક સ્થળોને ૨૩ જાન્યુઆરીએ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર તમામ શાળાઓ અને કોલેજાે બંધ રાખવાની તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. વહીવટીતંત્રની સૂચનાઓ રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજાેને લાગુ પડશે.

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ મહામારીને વધતા પ્રકોપની વચ્ચે લખનઉ યુનિવર્સિટીએ પહેલાથી જ ૧૫ થી ૩૧ જાન્યુઆરી સુધી યોજાનારી તમામ સેમેસ્ટર પરીક્ષાઓ સ્થગિત કરી દીધી હતી. વિદ્યાર્થીઓ હાલમાં તેમની પરીક્ષાની નવી તારીખની રાહ જાેઈ રહ્યા છે. તો યુપી બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પણ રાજ્યની વિધાનસભા ચૂંટણી પછી શરૂ થવાની છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.