Western Times News

Gujarati News

મીની વોલ ચેતેશ્વર પૂજારા આજે ૩૪ વર્ષનો થયો

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાનો મીની વોલ ચેતેશ્વર પૂજારા આજે ૩૪ વર્ષનો થશે. પૂજારાએ ટેસ્ટમાં ૯૫ મેચ રમી અને કેટલીક યાદગાર સદીઓ મારી છે. એટલું જ નહીં ચેતેશ્વર પૂજારાએ રાહુલ દ્રવિડના નિવૃત થયા બાદ ત્રીજા ક્રમની બેટિંગમાં ખોટ પડવા દીધી નથી. પૂજારાએ ૯૫ ટેસ્ટમાં ૪૩.૮૭ની એવરેજથી ૬૭૧૩ રન બનાવ્યા છે. પૂજારા પરિણીત છે અને પત્ની અને દીકરી સાથે અવારનવાર સોશિયલ મીડિયામાં જાેવા મળે છે.

જાેકે, દ્રવિડની જેમ અતિ સામાન્ય અને શાંત જીવન વિતાવતા આ ખેલાડીની સિદ્ધી અનોખી છે. ઈન્ગલેન્ડ સામે નોટઆઉટ ૨૦૬ રનની ઈનિંગ કોણ ભૂલી શકે. ૨૦૧૨માં અમદાવાદમાં પૂજારાએ ડબલ સદી મારી. એટલું જ નહીં પરંતુ તેણે ૩ નંબરે બેટિંગમાં ઉતરી અને ૩૮૯ બૉલ રમ્યા હતા. ભારતે ૫૨૧ રન ૮ વિકેટના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો જેના કારણે ૭૭ રનનો ટાર્ગેટ જ જીતવા માટે મળ્યો હતો.

પૂજારાએ બીજી ઈનિંગમાં ઓપનિંગમાં ઉતરી અને ૫૧ બોલમાં નોટઆઉટ ૪૧ રન માર્યા હતા. ભારત આ ટેસ્ટમાં ૯ વિકેટે જીત્યું હતું. ટેસ્ટમાં પ્રથમ ડબલ સદી માર્યાના થોડા મહિના બાદ ભારત ઓસ્ટ્રેલિયા સામે રમવા માટે આવ્યું હતું. ત્યારે ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ ૨૩૭ રનમાં સમાપ્ત થઈ હતી. પૂજારાએ આ મેચમાં ૩૪૧ બોલ રમી ૨૦૪ રન બનાવ્યા હતા. જેના કારણે ભારતનો સ્કોર ૫૦૩ રન થયો હતો.

ભારતની વર્ષ ૨૦૧૩ની ટેસ્ટ સિરીઝમાં જ્હોનિસબર્ગ ટેસ્ટમાં ૨૭૦ બોલ રમી અને ૧૫૩ રનની શાનદાર ઈનિંગ રમી હતી. કોહલી સાથે ૨૨૨ રનની ભાગીગદારી કરી અને પૂડારાએ ૨૧ ફોર મારી હતી.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતની ૧૯માં ૩ અને ૮૬માં પાંચ વિકેટ પડી ગઈ હતી. આ મુશ્કેલ ભરી સ્થિતિમાં તેણે ૧૨૩ રન કર્યા અને ભારતનો સ્કોર ૩૦૦એ પહોંચાડ્યો હતો.

બીજી ઈનિંગમાં પણ પૂજારાએ ત્યારે ૭૧ રન કર્યા હતા. ગત વર્ષે જ સિડની ટેસ્ટમાં પૂજારાએ રમેલી ઈનિંગ ખૂબ યાદગાર અને મહત્ત્વની હતી. બીજી ઈનિંગમાં ચેતેશ્વર પૂજારાના ૭૭ રનના કારણે ભારત ટેસ્ટ ડ્રો કરી શક્યું હતું.

પૂજારાએ સિડનીમાં ઓસ્ટ્રેલિયાના ધૂરંધરો સામે ૨૦૫ બોલ રમી મેચ ડ્રો કઢાવવામાં મદદ કરી હતી. ગત વર્ષે ભારતે ઓસ્ટ્રેલિયાના ગાબામાં ૩૨૮ રનનો સ્કોર ચેઝ કરી અને ટેસ્ટમાં મેળવેલી ઐતિહાસિક જીતમાં પૂજારાનું સૌથી મોટું યોગદાન હતું. પૂજારાએ શુબમન ગીલ સાથે બીજી વિકેટ માટે ૧૧૪ રન ઉમેર્યા અને પંત સાથે ૬૧ રનની ભાગીદારી કરી અને ભારતને ૫૬ રન બનાવ્યા હતા. આ મેચ ભારતની ઐતિહાસિક જીત હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.