Western Times News

Gujarati News

ફૂડ ડીલીવરી બોયને પોલીસ રાત્રે પકડતી હોવાનો આક્ષેપ

Files Photo

(એજન્સી) અમદાવાદ, કોરોના મહામારીમાં રાજય સરકારે હોટેલ-રેસ્ટોરન્ટને રાત્રીના ૧૦ પછી ફૂડ ડીલીવરી કરવાની છૂટ આપવામાં આવી છે. તેમ છતાં રાત્રીના ૧૦ વાગ્યા પછી હોટેલ સ્ટાફ ડીલીવરી કરવા જાય તો પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે. જેને લઈને હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા પોલીસ કમિશ્નરને પત્ર લખીને આ બાબતે રજુઆત કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરને પત્રમાં જણાવ્યુ છે કે, સ્થાનિક પોલીસને રાજય સરકારનો પરિપત્ર ન હોવાથી તેઓ ફૂડની ડીલીવરી કરતા કર્મચારીઓને પરેશાન કરવામાં આવે છે.

તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી ઘણા શહેરો અને મહાનગરોમાં રાત્રી કફ્ર્યુ અને બીજા નિયંત્રણો અમલમાં મુક્યા છે. જેમાં વેપારી વર્ગ અને સામાન્ય જનજીવનને કોઈ માઠી અસર ન થાય એનુ ધ્યાન રાખી કેટલી છૂટછાટ આપવામાં આવી છે.

જેમાં હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખીને જણાવ્યુ હતુ કે રાજય સરકાર દ્વારા હોટેલ રેસ્ટોરન્ટને ૭પ ટકા સાથે રાતના ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવા તેમજ હોમ ડીલીવરી સેવાઓ ર૪ કલાક સુધી ચાલુ રાખવાની છૂટ આપી છે.

રાજ્ય સરકાર દ્વારા છુટ આપવામા છતાં હોટેલનો સ્ટાફ ડીલીવરી કરવા રાત્રે ૧૦ વાગ્યા પછી જાય છે તો પોલીસ કર્મચારીઓ તેઓની અટકાયત કરેી તેમજ ધમકાવી પાછા મોકલે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.