Western Times News

Gujarati News

યુવાઓએ દેશને ૨૦૪૭માં લઈ જવાનો છેઃ વડાપ્રધાન

નવી દિલ્હી, દિલ્હીમાં પીએમ મોદીએ આજે એનસીસી કેડેટસને સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે કહ્યુ હતુ કે, અહીંયા જે યુવાઓ છે તેમણે જ દેશને ૨૦૪૭માં લઈ જવાનો છે.આ માટે તમારા જે પણ સંકલ્પ અને પ્રયત્નો છે તે ભારતના સંકલ્પ અને પ્રયત્નો હશે.તમે જે સફળતા મેળવશો તે ભારતની સફળતા હશે.

પીએમ મોદીએ કવિ માખનલાલ ચતુર્વેદીની કવિતા વાંચતા કહ્યુ હતુ કે, ભૂખંડ બિછા, આકાશ ઓઢ, નયનોદક લે..મોદક પ્રહાર, ર્બ્હ્‌માંડ હથેલી પર ઉછાલ..અપને જીવન ધન કો નિહાર આ પંક્તિઓ સામર્થ્યનુ વર્ણન કરે છે.આજે મા ભારતી યુવાઓને આહ્વાન કરી રહી છે.

તેમણે કહ્યુ હતુ કે, ભારતનો યુવા આજે કોઈની સાથે ટક્કર લેતો હોય છે તો આખો દેશ તેની સાથે ઉભો રહે છે.રમતના મેદાનમાં હવે ભારતના ખેલાડીઓ પુરસ્કાર માટે નહીં પણ દેશ માટે રમી રહ્યા છે. કોરોના સામે લડવા ભારત એક થઈ ગયુ તો આખી દુનિયા હેરાન થઈ ગઈ હતી.આપણે બતાવી દીધુ છે કે, દેશની વાત હોય તો આપણા માટે તેનાથી વધારે કંઈ જ નથી. એનસીસી અને એનએસસના યુવોએ કોરોનાકાળમાં કરેલી સેવાથી દેશવાસીઓનુ દિલ જીતી લીધુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.