Western Times News

Gujarati News

પત્ની સામે કન્ટેમ્પ્ટ કરનાર પતિને હાઈકોર્ટે ર૦ હજારનો દંડ ફટકાર્યો

અમદાવાદ, નવ વર્ષની દિકરીની કસ્ટડીના વિવાદમાં પતિ દ્વારા પત્ની સામે કરવામાં આવેલી કન્ટેમ્પ્ટની અરજીને હાઈકોર્ટે પડતી મુકી છે અને પતિને રૂ.ર૦ હજારનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે ટકોર કરી કે, પતિ દ્વારા પત્નીને હેરાન કરવા માટે આ પ્રકારની અરજીઓ કરાય છે. અને તેના લીધે કેસમાં વિલંબ થાય છે.

હાઈકોર્ટમાં પત્નીના વકીલની રજુઆત હતી કે, તેમના દ્વારા કોર્ટના આદેશનો કયારેય પણ અનાદર કરાયો જ નથી જેથી પતિ દ્વારા કરાયેલી આ અરજી સ્વીકારો નહીં.

કેસની વિગત જાેઈએ તો, પતિ-પત્નીના લગ્ન ૧૧ વર્ષ પહેલા થયા હતા અને તેમને દીકરીનો જન્મ થયેલો. બાદમાં અણબનાવ બનતા બંને અલગ થયા હતા. આ પછી પતિએ દીકરીની કસ્ટડી મેળવવા માટે અમદાવાદ ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી. આ સાથે પિતા તેની દીકરીને મળી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરાયેલી. જાે કે, બાદમાં પતિએ દીકરીની વચગાળાની કસ્ટડી મેળવવા માટે ફેમીલી કોર્ટમાં માગ કરેલી જેને નકારી દેવાઈ હતી.

આ પછી પતિએ હાઈકોર્ટમાં પણ અપીલ કરેલી જે નકારાઈ હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરેલી જે ફગાવાઈ હતી. આ આદેશ બાદ પતિએ હાઈકોર્ટમાં પત્ની સામે કન્ટેમ્પ્ટ કરેલી કે, હાઈકોર્ટે તેની વચગાળાની કસ્ટડી માગતી અરજી નકારી છે તેમાં ફેમીલી કોર્ટનો જુનો હુકમ પણ આવી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.