Western Times News

Gujarati News

કેટરિના સલમાન સાથે ટાઈગર ૩ના શૂટિંગ માટે દિલ્હી જશે

મુંબઈ, બોલિવુડ એક્ટર્સ વિકી કૌશલ અને કેટરિના કૈફે ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા. પતિ-પત્ની તરીકે વિકી-કેટરિના આ વર્ષે પહેલો વેલેન્ટાઈન્સ ડે ઉજવશે. જાેકે, એવું લાગી રહ્યું છે કે, તેમને પ્રેમનો આ દિવસ એકબીજાથી દૂર રહીને ઉજવવો પડશે અને તેનું કારણ છે સલમાન ખાન. સલમાન ખાન અને કેટરિના કૈફ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ફિલ્મ ટાઈગર ૩ના છેલ્લા શિડ્યુલનું શૂટિંગ કરવાના હતા. જાેકે, દેશમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવતાં દિલ્હીમાં થનારું આ શૂટિંગ રદ્દ કરવું પડ્યું.

હવે મીડિયા રિપોર્ટનું માનીએ તો ફિલ્મના મેકર્સ નવી તારીખો ફાઈનલ કરી રહ્યા છે. ફેબ્રુઆરીના મધ્યમાં તેઓ ‘ટાઈગર ૩’ના છેલ્લા શિડ્યુલનું શૂટિંગ કરવાનું આયોજન કરી રહ્યા છે. ૧૫ દિવસના આ શિડ્યુલમાં ચેઝ સીક્વન્સ શૂટ કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ફિલ્મના ડાયરેક્ટર કેટલાક એક્શન સીન દિલ્હીની ગલીઓમાં શૂટ કરવા માગે છે. આ સિવાય લાલાકિલ્લા સહિત શહેરના કેટલાક ઐતિહાસિક સ્થળોએ પણ સલમાન શૂટિંગ કરવાનો છે.

ફિલ્મના મેકર્સ સુનિશ્ચિત કરી રહ્યા છે કે, શૂટિંગ દરમિયાન કોરોનાના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન થાય. તેઓ છેલ્લા બે વર્ષથી આ પ્રકારે શૂટિગ કરી રહ્યા છે અને છેલ્લા શિડ્યુલમાં પણ આ જળવાઈ રહે તેની ખાતરી કરવા માગે છે. સલમાન ખાન અને કેટરિના કૈફ ૧૨ અથવા ૧૩ ફેબ્રુઆરીએ દિલ્હી જવા રવાના થશે.

૧૪ ફેબ્રુઆરીથી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે તેવા અહેવાલ છે. મીડિયા રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, દિલ્હીનું ૧૫ દિવસનું શિડ્યુલ શરૂ કરતાં પહેલા સલમાન ખાન ૫ ફેબ્રુઆરીથી જ શૂટિંગ શરૂ કરી દેશે. સલમાન મુંબઈના સ્ટુડિયોમાં આમને-સામને આવવાના કેટલાક સીન શૂટ કરશે તેવી ચર્ચા છે.

આ સીનમાં કેટરિનાની જરૂર ના હોવાથી તે નહીં હોય. ટાઈગર ફ્રેન્ચાઈઝીના ફેન્સ આતુરતાથી ત્રીજી ફિલ્મની રાહ જાેઈ રહ્યા છે ત્યારે ફિલ્મમાં કેટરિના-સલમાન ઉપરાંત ઈમરાન હાશ્મી જાેવા મળશે. તે વિલનના રોલમાં છે. જાેકે, આ અંગે હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

વર્કફ્રંટની વાત કરીએ તો, સલમાન પાસે જેક્લીન ફનાર્ન્ડિઝ સાથેની કિક ૨ અને પૂજા હેગડે સાથે ‘કભી ઈદ કભી દિવાળી’માં જાેવા મળશે. ઉપરાંત તે શાહરૂખ ખાનની ‘પઠાણ’માં કેમિયો કરવાનો છે. ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે તેમાં પણ સલમાન ખાન જાેવા મળશે. કેટરિનાની વાત કરીએ તો તો, ‘ફોન ભૂત’, શ્રીરામ રાઘવનની ‘મેરી ક્રિસમસ’ અને અલી અબ્બાસ ઝફરની સુપરહીરો સીરીઝમાં જાેવા મળવાની છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.