Western Times News

Gujarati News

સાબરમતી-ભગત કી કોઠી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ જોધપુર સુધી લંબાવાઈ

પ્રતિકાત્મક

રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગણી  અને સુવિધા માટે, સાબરમતી અને ભગત કી કોઠી વચ્ચે દોડતી ટ્રેન નંબર 14820/14819 અને ટ્રેન નંબર 14804/14803 સાબરમતી-ભગત કી કોઠી-સાબરમતી એક્સપ્રેસ 02 ટ્રેન સેવાઓને જોધપુર સુધી લંબાવવામાં આવી રહી છે. ડિવિઝનલ રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

1. ટ્રેન નં. 14820,સાબરમતી – ભગત કી કોઠી એક્સપ્રેસ ટ્રેન તા.07.02.2022 થી ટ્રેન નં. 14820, સાબરમતી-જોધપુર એક્સપ્રેસ તરીકે સંચાલિત થશે.આ ટ્રેન સાબરમતીથી દરરોજ 07.45 કલાકે ઉપડીને ભગત કી કોઠી સ્ટેશન પર 15.26 કલાકે આગમન અને 15.28 કલાકે ઉપડીને 15.50 કલાકે જોધપુરપહોંચશે.

તે જ પ્રમાણે ટ્રેન નં. 14819 ભગત કી કોઠી – સાબરમતી એક્સપ્રેસ ટ્રેન તા.07.02.2022 થી ટ્રેન નં. 14819, જોધપુર – સાબરમતી એક્સપ્રેસ તરીકે સંચાલિત થશે. આ ટ્રેન જોધપુરથી દરરોજ 11.15 કલાકે ઉપડીને ભગત કી કોઠી સ્ટેશન પર 11.23 કલાકે આગમન અને 11.25 કલાકે ઉપડીને 20.05 કલાકે સાબરમતી પહોંચશે.

2. ટ્રેન નં. 14804,સાબરમતી – ભગત કી કોઠી સુપરફાસ્ટ ટ્રેન તા.06.02.2022 થી ટ્રેન નં. 14804, સાબરમતી-જોધપુર સુપરફાસ્ટ તરીકે સંચાલિત થશેઆ ટ્રેન સાબરમતીથી દરરોજ 21.50 કલાકે ઉપડીને ભગત કી કોઠી સ્ટેશન પર 05.33 કલાકે આગમન અને 05.35 કલાકે ઉપડીને 06.05 કલાકે જોધપુર પહોંચશે.

તે જ પ્રમાણે ટ્રેન નં. 14803 ભગત કી કોઠી – સાબરમતી સુપરફાસ્ટ ટ્રેન તા.07.02.2022 થી ટ્રેન નં.  14803, જોધપુર – સાબરમતી સુપરફાસ્ટ તરીકે સંચાલિત થશે.આ ટ્રેન જોધપુરથી દરરોજ 21.20 કલાકે ઉપડીને ભગત કી કોઠી સ્ટેશન પર 21.28 કલાકે આગમન અને 21.30 કલાકે ઉપડીને  05.30 કલાકે સાબરમતી પહોંચશે.

ટ્રેનના સ્ટોપેજ અને સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.