Western Times News

Gujarati News

ધોરણ ૧થી ૯ની શાળાઓમાં આજથી ઓફ લાઈન શિક્ષણ શરૂ

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેરની અલવિદા એટલે કે, કેસમાં ઘટાડો થતા ફરી શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ શરુ થઇ રહ્યો છે.

પરંતુ વારંવાર શાળાઓ બંધ રહેતા બાળકોમાં અભ્યાસ માટે શાળાએ જવાની રુચિ ઘટી રહી છે. શિક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે ફરી શાળા તો શરૂ થઈ રહી છે પણ ૩૦ ટકા વિધાર્થીઓને શાળાએ જવાની ઇચ્છા નથી થતી. વારંવાર શાળાઓ બંધ રહેતા ૩૫ ટકા બાળકોમાં લર્નિંગ લોશ જાેવા મળી રહ્યો છે.

કોરોનામાં બે વર્ષમાં અવાર નવાર શાળાઓ બંધ રહી. જેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાદ ફરી ધોરણ ૧થી ૯ની શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. જાેકે હાલમાં જ દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ અને ફરી કોરોનાના કેસના કારણે શાળાઓ બંધ રાખવી પડી.

હવે કેસ ઘટતા ફરી શરૂ તો થઈ રહી છે છતાં ૩૦ ટકા બાળકો શાળાએ જવા રાજી નથી. એજ્યુકેશન એક્સપર્ટ કહે છે કે, પાછલા બે વર્ષના સમયમાં શાળાઓ ચાલુ હતી ત્યારની શાળાઓમાં વિધાર્થીઓની હાજરીના આંકડાનો અભ્યાસ કરીએ તો ૩૦ ટકા એવા વિધાર્થી એવા છે જેઓને શાળાએ જવાની ઈચ્છા ન થતી હોય. પણ શાળાએ જવાની રૂટિન લાઈફમાં આવતા ૧૦થી ૧૫ દિવસ થશે.

આ ઉપરાંત વિધાર્થીઓની અન્ય બાબતો પર પણ અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે, વિધાર્થીઓનું અલગ અલગ વિષયમાં લોન્ગ કવેશચન આન્સરમાં વિધાર્થીઓનું પર્ફોર્મનસ ડાઉન જાેવા મળ્યું છે.

વિધાર્થીની લખવાની આદત ઘટી ગઈ છે જેથી વૈકલ્પિક સ્ઝ્રઊ જેવા પ્રશ્નો વિધાર્થીઓ ઝડપથી સોલ્વ કરતા હોય છે. અને આ મુશ્કેલીમાં વધારો થશે જાે વિદ્યાર્થીઓ લખવાની પ્રેક્ટીસ નહિ રાખે તો.

તેમણે વધુમાં જણાવ્યુ કે, ઓનલાઇન અને ઓફલાઇન બંને શિક્ષણ ચાલુ રાખવાથી શિક્ષકોને તો તકલીફ પડે જ છે પણ વિધાર્થીઓને લર્નિંગ લોશ વધારે છે. એક વિદ્યાર્થી ૧ મહિનો શાળામાં ઓફલાઇન ભણે અને એજ વિદ્યાર્થી એક મહિનો ઓનલાઈન ભણે તો તે વિધાર્થીમાં સ્પષ્ટ રીતે ઓનલાઇનમાં ૩૫ ટકા પર્ફોર્મનસ ડાઉન થતું હોય છે.

ઓનલાઇનમાં વિધાર્થી શિક્ષકને સવાલ નથી પૂછી શકતો. શિક્ષકનું વિદ્યાર્થીઓ પર ધ્યાન નથી રહેતું જેના કારણે વિદ્યાર્થીઓ પેસિવ થઈ જતા હોય છે. આમ શાળાઓ તો ફરી એકવાર શરૂ થઈ રહી છે. પણ વિધાર્થી ને ફરી શિક્ષણ તરફ વાળવા વાલીઓ અને શિક્ષકોની પરીક્ષા બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.