Western Times News

Gujarati News

નવદુર્ગા બાલિકા પુજન’ કાર્યક્રમ હેઠળ ICDS વિભાગ દ્વારા દીકરીઓની વધામણી કરાઇ

ગુજરાતમાં નવરાત્રિનો પર્વ સૌ કોઇને પ્રિય છે. માતાજીના ગરબા ગાવાની સાથે મહિલા શક્‍તિનું સન્‍માન કરવાનો અનેરો અવસર પણ છે. સમાજમાંસ્ત્રીને પરીવારનો આધાર માનવામાં આવે છે. સમાજમાં દિકરીના જન્‍મને આવકારે, દિકરા-દિકરીના ઉછેરમાં ભેદભાવ ન રાખે તથા દિકરીઓને સંતુલિત ભોજન અનેસ્ત્રી ભૃણ હત્‍યા જેવા અમાનવીય ઘટના ન બને તે માટે બાળપણથી જ બાળકોમાં અને સમાજમાંસ્ત્રી પ્રત્‍યે સન્‍માનની લાગણી તથા આદરભાવ વધે તેવા સંસ્‍કારોનું સિંચન કરવાના અર્થે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીમાં નવરાત્રિ દરમ્‍યાન ‘નવદુર્ગા બાલિકા પુજન’ના કાર્યક્રમ કરાયેલા આયોજનના ભાગરૂપે વલસાડ જિલ્લાની આંગણવાડીઓમાં દીકરીઓને વધાવવાનો કાર્યક્રમો યોજાયા હતા.

રાજય સરકાર ઘ્વારા નવરાત્રી ના પાવન પવૅ નિમિત્તે કન્યા પૂજન કાયૅકમ અંતર્ગત સુરત મહિલા મોરચા ઘ્વારા કન્યા પુજન નંદઘર માં કરવામાં આવ્યું. તેમાં સુરત ૨૪ લોકસભાના સાસંદ ,ચોયાસી વિઘાનસભા ના ઘારાસભ્ય તેમજ મહિલા મોરચા ની બહેનો હાજર રહી.

આ ઉજવણીના ભાગરૂપે ઉદવાડા ગામ ખાતે આઇ.સી.ડી.એસ. પારડી ઘટક-૨ના બાળ વિકાસ અધિકારી નિલમબેન પટેલે ઉપસ્‍થિત રહી દીકરીઓના વધામણાં કર્યા હતા. સમાજમાંસ્ત્રીઓ પ્રત્‍યે આદરભાવ વધવાની સાથે દીકરીનું મહત્ત્વ વધે અને પરિવારમાં અને સમાજમાં તેનો આદર જળવાય તે હેતુથી નવદુર્ગા પૂજન કરાયું હતું. આ અવસરે ટી.એચ.આર.માંથી બનાવેલી સુખડી, ફળ અને ખજૂરનું પોષણ બાસ્‍કેટ આપી કુમ-કુમ તિલક કરી માં દુર્ગાસ્‍વરૂપ દીકરીઓનો વધાવવામાં આવી હતી. આ અવસરે મેડીકલ ઓફિસર કિંજલ પટેલ, ગામના સરપંચ અને ઉપસરપંચ, આંગણવાડી કાર્યકરો, હેલ્‍પર સહિત આંગણવાડીના બાળકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.