Western Times News

Gujarati News

“સવારે ૧૦ વાગ્યે ૧૦ મીનીટે” અમદાવાદના સનાથલમાં 10 કરોડ ડોઝ વેક્સિનેશનની સિધ્ધી

ગુજરાતે કરી બતાવ્યું : ૧૦ કરોડ ડોઝ વેક્સિનેશન સિધ્ધી

૧૦ કરોડ ડોઝ વેક્સિનેશન સિધ્ધિ સંદર્ભે આરોગ્યપ્રધાને સનાથલ ગામમાં “હર ધર દસ્તક” દઇને ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો

રાજ્યની કોરોના રસીકરણ કામગીરીમા ૧૦ કરોડ ડોઝની સિધ્ધી બદલ રાજ્યના આરોગ્યકર્મીઓ અને નાગરિકોનો આભાર માનતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ ૧૦ કરોડ ડોઝની સિધ્ધિ સંદર્ભે સવારે ૧૦:૧૦ મીનિટે અમદાવાદના સનાથલ ગામમાં “હર ધર દસ્તક” દઇ ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો હતો.

ગુજરાતમાં કોરોના રસીકરણના ૧૦ કરોડ ડોઝ થયા હોવાના અવસરે અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે સનાથલ ગામ થકી રાજ્યના તમામ નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો.

રાજ્યમાં કોરોના રસીકરણના ૧૦ ડોઝ પૂર્ણ થવાની અદ્વિતીય સિધ્ધી બદલ મંત્રી શ્રી એ રાજ્યના આરોગ્યકર્મીઓ અને નાગરિકો પ્રત્યે આભારભાવ પ્રગટ કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૧૬ મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ દેશભરમાં શરૂ થયેલા કોરોના રસીકરણ મહાઅભિયાન સંદર્ભે અકલ્પનીય કામગીરી “ગુજરાતે કરી બતાવ્યું છે – ૧૦ કરોડ ડોઝ”

રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ રસીના ડોઝ આપવામાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર હોવાનું મંત્રી શ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રીશ્રી એ કોરોના મહામારીમાં સમગ્ર રાજ્યે એકજૂથ થઇને કોરોના રસીકરણને આવકારી આ સિધ્ધિને સિધ્ધ કરી છે તેમ જણાવી રાજ્યના તમામ કોરોના વોરીયર્સ, હેલ્થકેર વર્કસ, આંગણવાડી કાર્યકરો  અને નાગરિકો ૧૦ કરોડ ડોઝની સિધ્ધી સંદર્ભે અભિનંદન પણ આપ્યા હતા.

આવો જાણીએ કેવી રહી ૧૦ કરોડ રસીકરણની સફર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં અને રાજ્યમાં ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો.

૧૨મી જાન્યુઆરી-2021ના રોજ સૌપ્રથમ વખત ગુજરાતને ભારત સરકારશ્રી તરફથી કોવિડ-૧૯ રસીનો જથ્થો પ્રાપ્ત થયો હતો.

સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય છે.૩૧મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજથી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું.

ભારત સરકારની સુચના મુજબ ૧ માર્ચ, ૨૦૨૧થી આખા દેશની સાથે, ગુજરાતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને કોવિડ-૧૯ની રસીકરણ શરૂ કરવામાં આવી. ૧લી એપ્રિલ, ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.

૧લી મે, ૨૦૨૧ના રોજથી રાજ્યમાં રાજ્યના ૭ કોર્પોરેશન તથા ૩ જિલ્લા માં ૧૮-૪૪ વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ ૪થી જુન, ૨૦૨૧થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

તાજેતરમાં 3  જાન્યુઆરી 2022 ના રોજ રાજ્યના 15 થી 17ની વયના તરૂણો માટે કોરોના રસીકરણ કામગીરી શરૂ થઇ. 10 મી જાન્યુઆરીએ રાજ્યના કોરોના વોરીયર્સ, ફ્રંટલાઇન વોરીયર્સ અને વયસ્કો માટે પ્રિકોશન ડોઝ આપવાની  શરૂઆત થઇ.

ઇન્ડિયા ટુડે હેલ્થગિરી એવોર્ડ્સ ૨૦૨૧, તા. ૦૨.૧૦.૨૦૨૧ના રોજ દિલ્હીમાં રજૂ કરવામાં આવ્યા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી મનસુખ માંડવિયા દ્વારા ગુજરાતને “રાજ્ય દ્વારા શ્રેષ્ઠ રસીકરણ અભિયાન” ના વિજેતા જાહેર કરી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.