Western Times News

Gujarati News

તલાટીની ૩૪૩૭ જગ્યા માટે ૮.૫ લાખથી વધુ અરજી આવી

ગાંધીનગર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરીની ૩૪૩૭ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે ઓનલાઇન એપ્લિકેશન શરૂ છે ત્યારે અત્યારસુધીમાં ૮.૫ લાખથી વધુ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે.

આ ભરતીમાં આગામી ૧૫મી ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે આ આંકડો ૧૦ લાખને પાર કરી જાય તેવી વકી છે. ઉમેદવારો ઓજસ પરથી અથવા તો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ અને ભરતીની જાહેરાત સહિતની વિગતો નીચેના ટેબલમાં આપવામાં આવેલી છે. આ ભરતી માટે ખાલી કુલ ૩૪૩૭ જગ્યાઓ દરેક જિલ્લા મુજબ છે.

જેમાં અમદાવાદમાં ૧૦૫, અમરેલીમાં ૨૦૫, આણંદમાં ૧૨૫, અરવલ્લીમાં ૪૧, બનાસકાંઠામાં ૧૨૦, ભરૂચમાં ૧૬૪, ભાવનગરમાં ૨૦૮, બોટાદમાં ૪૪, છોટાઉદેપુરમાં ૮૫, દાહોદમાં ૬૮, દેવભૂમિ દ્વારકામાં ૭૫, ડાંગમાં ૧૮, ગાંધીનગરમાં ૨૩, ગીરસોમનાથ ૯૩, જામનગરમાં ૧૬૧, જૂનાગઢ ૧૯૧, કચ્છણાં ૧૫૯, ખેડામાં ૧૨૬, મહીસાગરમા ૪૮, મહેસાણામાં ૧૫૨ જગ્યા મોરબીમાં ૫૬, નર્મદામાં ૯૬, નવસારીમાં ૬૪, પંચમહાલમાં ૯૯, પાટણમાં ૧૧૮, પોરબંદરમાં ૪૪, રાજકોટમાં ૧૮૮, સાબરકાંઠામાં ૪૨, સુરતમાં ૯૦, સુરેન્દ્રનગરમાં ૧૩૭, તાપીમાં૬૧, વડોદરામાં ૧૪૧, વલસાડમાં ૯૦ જગ્યા મળી ૩૪૩૭ જગ્યા માટે ભરતી બહાર પડી છે.

આ નોકરી માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા સમયે શૈક્ષણિક લાયકાત વગેરે ચેક કરી લેવી, અરજી કરવાની સાથે ઉમેદવારોએ પોતાની લાયકાત પણ ચકાસવી અરજી કરવાની ઉંમર અને મહત્તમ લાયકાતની ઉંમર ૩૬ વર્ષ છે.

પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથણ પાંચ વર્ષ માટે સરકારની જાેગવાઈ મુજબ ફિક્સ ૧૯૯૫૦ રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર આપવામાં આવશે. તેમજ અન્ય લાભો મળવા પાત્ર થશે. આ ભરતીમાં ઉમેદવારોની ભરતી લેખિત અને સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિથી કરવામાં આવશે જેમાં મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી ઓજસની લિંક પરથી ફોર્મ અને ફી ભરવાની રહેશે. અરજી ફી રૂપિયા ૧૦૦ રાખવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.