Western Times News

Gujarati News

પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ ચંદીગઢમાં રોડ અકસ્માતમાં ઘાયલ યુવકોની પણ મદદ કરી

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બુધવારે એક અલગ જ અંદાજમાં જાેવા મળ્યા. સીએમ ચન્ની બરનાલાના અસપાલ ખુર્દમાં તેમના પ્રચાર અભિયાન દરમિયાન સ્થાનિક યુવકો સાથે ક્રિકેટ અને પત્તા રમતા જાેવા મળ્યા હતા.

અગાઉ તેમણે વિદ્યાર્થીઓ સાથે ભાંગડા પણ કર્યા હતા. આ પહેલા પણ તે ઘણી વખત સામાન્ય લોકોની વચ્ચે જાેવા મળ્યા હતા. સીએમ ચન્ની પોતાને સામાન્ય માણસ કહે છે. તે કહે છે કે કોઈપણ માણસ તેને ગમે ત્યારે મળી શકે છે. સીએમ ચન્નીએ ચંદીગઢમાં રોડ અકસ્માતમાં ઘાયલ યુવકોની પણ મદદ કરી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.

૬ ફેબ્રુઆરીએ લુધિયાણામાં કોંગ્રેસની વર્ચ્યુઅલ રેલીમાં રાહુલ ગાંધીએ ચરણજીત સિંહ ચન્નીને પાર્ટીનો સીએમ ચહેરો જાહેર કર્યો છે. પાર્ટી ચન્નીના નેતૃત્વમાં ચૂંટણી લડશે. પંજાબમાં ૧૧૭ વિધાનસભા સીટો માટે ૨૦ ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણીના પરિણામો ૧૦ માર્ચે આવશે.

બુધવારે સીએમ ચરણજીત સિંહ ચન્નીને વિધાનસભા ક્ષેત્ર ભદૌરના ૧૨ ગામોની મુલાકાત દરમિયાન કોટદુના ગામમાં ખેડૂત સંગઠનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ચરણજીત સિંહ ચન્ની તેમના ચોથા સ્ટોપ પર કોટદુના ગામ પહોંચ્યા ત્યારે રસ્તા પર પહેલાથી જ એકજૂથ ભારતીય કિસાન યુનિયન ઉગ્રાહણના ખેડૂતોએ ચન્નીના કાફલાનો વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા.

વિરોધ જાેઈને સીએમ ચન્નીએ ગામમાં પ્રચાર કર્યો ન હતો અને તેઓ બેઠક કર્યા વિના જ આગળના ગામમાં ગયા હતા. આ વિરોધ દરમિયાન ચોથા ધોરણમાં ભણતો એક બાળક આકર્ષણનું કેન્દ્ર રહ્યો, જેણે કોરોનાની આડમાં શાળા ન ખોલવાના વિરોધમાં ચરણજીત સિંહ ચન્ની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

ખેડૂતોએ કહ્યું કે સીએમ ચન્ની તેમની પાસે વોટ માંગવા આવ્યા છે, તેથી તેઓ ઓછામાં ઓછા તેમની સાથે વાત કરશે અને તેમની મુશ્કેલીઓ સાંભળશે. ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓએ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન જે વચનો જાહેર કર્યા હતા તેમાંથી એકપણ વચન તેઓએ પૂરું કર્યું નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.