Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદી ૧૪,૧૬,૧૭ ફેબ્રુઆરીએ પંજાબમાં ૩ ચૂંટણી રેલીઓ સંબોધશે

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએના ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે ૧૪, ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીએ પંજાબમાં જાહેર સભાઓને સંબોધશે. આ અંતર્ગત માલવા, દોઆબા અને માઝા વિસ્તારને આવરી લેવામાં આવશે.

ભાજપના એક નેતાએ આ માહિતી આપી હતી. ૧૧૭ સદસ્યોની પંજાબ વિધાનસભા માટે ૨૦ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રદેશ ભાજપ મહાસચિવ સુભાષ શર્માએ જણાવ્યું કે પંજાબમાં એનડીએના અભિયાનને આગળ વધારવા માટે પ્રધાનમંત્રી ૧૪, ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીએ ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરશે.

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૪ ફેબ્રુઆરીએ જાલંધરમાં પ્રથમ જાહેરસભાને, બીજી ૧૬ ફેબ્રુઆરીએ પઠાણકોટમાં અને ત્રીજી ૧૭ ફેબ્રુઆરીએ અબોહરમાં સંબોધિત કરશે. આ રીતે પ્રધાનમંત્રી રાજ્યના ત્રણેય પ્રદેશોને આવરી લેશે – દોઆબામાં જલંધર, માઝામાં પઠાણકોટ અને માલવામાં અબોહરને કવર કરી લેવાશે તેવું તેમણે જણાવ્યું હતું.

શર્માએ દાવો કર્યો હતો કે,” વડાપ્રધાનની જાહેર સભાઓથી રાજ્યમાં રાજકીય વાતાવરણ બદલાશે અને ચૂંટણી લડી રહેલા તમામ એનડીએ ઉમેદવારોનું મનોબળ વધશે.” મોદીએ ૮ ફેબ્રુઆરીએ ડિજિટલ માધ્યમથી રાજ્યમાં તેમની પ્રથમ રેલી કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.