Western Times News

Gujarati News

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રશાસકની નિમણૂંક કરાશે

મુંબઈ, મહારાષ્ટ્રની સરકારે મોટો ર્નિણય લીધો છે, મુંબઈ મહાનગરપાલિકાનો કાર્યકાળ ૭ માર્ચે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, BMCની ચૂંટણી ખૂબ જ નજીક છે, ૭ માર્ચ પછી, મહાનગરપાલિકા પર પ્રશાસકની નિમણૂક કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનોની મુદત પૂરી થાય અને તાત્કાલિક ચૂંટણી યોજવી શક્ય ન હોય ત્યાં પ્રશાસકની નિમણૂક કરવાની પરંપરા રહી છે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાના સંબંધમાં આવી કોઈ પરંપરા અને નિયમો નથી. આવી સ્થિતિમાં હવે એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કરવા મ્સ્ઝ્રના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. તેના પર રાજ્યપાલની મંજૂરી લેવામાં આવશે.

રાજ્યપાલની મંજૂરી બાદ પ્રશાસકની નિમણૂક કરવામાં આવશે.આ માટે ૭ માર્ચ પછી વટહુકમ બહાર પાડવામાં આવશે. બુધવારે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો.મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને નેતા નવાબ મલિકે આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ ર્નિણયથી હવે એક વાત નક્કી થઈ છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી હવે સમયસર નહીં થાય. BMC ચૂંટણીનો સમય નજીક આવી ગયો છે પરંતુ મુંબઈ હજી કોરોના સંકટમાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે ૭ માર્ચ પછી પ્રશાસકોની નિમણૂક કરવાનો ર્નિણય લીધો છે. એટલે કે BMCની ચૂંટણી હવે થોડી આગળ વધી ગઈ છે.

ફેબ્રુઆરી મહિનાના અંત સુધી મુંબઈમાં ૧૦૦ ટકા અનલોક થઈ જશે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આ જાણકારી આપી છે. મુંબઈમાં કોરોના હવે ફૂલ કંટ્રોલમાં આવી ચૂક્યો છે. હવે દરરોજ ૫૦૦થી ઓછા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.મ્સ્ઝ્રનો દાવો છે કે, આગામી અઠવાડિયા સુધી મુંબઈમાં ૧૦૦ ટકા લોકોનું વેક્સિનેશન પૂરૂ થઈ જશે. ત્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં મુંબઈમાંથી કોરોનાના નિયમો અને પ્રતિબંધોને પૂરી રીતે હટાવી લેવામાં આવશે. તેની પુરી તૈયારી કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.