Western Times News

Gujarati News

વરૂણ ગાંધીએ બેંકોના ખાનગીકરણ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું

નવીદિલ્હી, સાસંદ વરૂણ ગાંધીએ બેંકોના ખાનગીકરણ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓ અગાઉ પણ વિભિન્ન ક્ષેત્રોમાં મોદી સરકારની ખાનગીકરણની નીતિનો વિરોધ કરતા આવ્યા છે. સાસંદના મતે આ કારણે જ રોજગારીના અવસરો ઘટી રહ્યા છે. તેમણે બેંકોના પ્રસ્તાવિત ખાનગીકરણનો એમ કહીને વિરોધ કર્યો છે કે, જે કામ સરકારી બેંકો કરે છે તે કદાચ ખાનગી બેંક નહીં કરી શકે.

સાંસદ વરૂણ ગાંધીએ ગુરૂવારે ટિ્‌વટમાં લખ્યું હતું કે, બેંકોનું ખાનગીકરણ કરતી વખતે એ પણ જાેવું જાેઈએ કે, સરકારી બેંક લાખો લોકોને નોકરી આપે છે. સ્વયં સહાયતા સમૂહોની મદદ કરે છે. ગ્રામીણ બેન્કિંગ ઉપલબ્ધ કરાવે છે. એસએમઈને લેવડ-દેવડનું કામ કરે છે. આ બધા કામ કદાચ પ્રાઈવેટ બેંક ન પણ કરે.

સાંસદે બેંક કર્મચારીઓની હડતાળને સમર્થન આપતા લખ્યું કે, એનપીએની વસૂલીમાં માત્ર બેંકોની નિષ્ફળતાને આધાર માનીને બેંકોના ખાનગીકરણના પ્રસ્તાવનું કોઈ ઔચિત્ય નથી. તેઓ નાણા મંત્રીને માર્મિક વિનંતી કરે છે કે, તેનાથી પ્રભાવિત તમામ વર્ગ સાથે સમગ્ર ચર્ચા કર્યા બાદ જ બેન્કિંગ કાયદા (સંશોધન) અધિનિયમ ૨૦૨૧ પર વિચાર કરવામાં આવે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.