Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૦ હજાર જેટલા કેસ નોંધાયા

નવીદિલ્હી, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓસરી રહ્યો હોય તેવું જણાય છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૦ હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ૮૦૪ લોકોના મોત થયા છે. ગઈ કાલે કોરોનાના ૫૮૦૭૭ નવા કેસ સામે આવ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૦,૪૦૭ દર્દીઓ નોંધાયા છે. જાે કે રિકવર કરનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એક દિવસમાં ૧,૩૬,૯૬૨ દર્દીઓ કોરોનાથી રિકવર થયા. હાલ દેશમાં ૬,૧૦,૪૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને ૩.૪૮% થયો છે.

કોરોનાથી એક દિવસમાં ૮૦૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૫,૦૭,૯૮૧ થયો છે. રિકવરી રેટ સતત વધી રહ્યો છે જે રાહતની વાત છે. હાલ કોરોનાથી રિકવરી રેટ ૯૭.૩૭ થયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ ૫.૦૭ ટકા છે.

દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૭૨.૨૯ કરોડ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સાથે જ દેશમાં કોરોના ટેસ્ટની વાત કરીએ તો ૨૪ કલાકમાં ૧૪,૫૦,૫૩૨ કોરોના ટેસ્ટ કરાયા છે. કુલ ટેસ્ટનો આંકડો વધીને ૭૪.૯૩ કરોડ સુધી પહોંચી ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.