Western Times News

Gujarati News

સીએએ વિરોધી પ્રદર્શનકારીઓ સામે વસૂલી નોટિસ પાછી લેવાનો આદેશ

Files Photo

નવી દિલ્હી, નાગરિકતા સંશોધન કાયદા વિરોધી પ્રદર્શનકારીઓની સામે વસૂલી નોટિસ મામલે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સખત ફટકાર લગાવી છે. સુપ્રીમે યુપી સરકારને ફટકાર લગાવતા કહ્યુ કે, ‘સીએએ વિરોધી પ્રદર્શનકારીઓની સામેની વસૂલી નોટિસ પાછી ખેંચી લો નહીંતર અમે તેને રદ કરી દઈશું.

સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર ૨૦૧૯માં એન્ટી-સીએએ પ્રદર્શનકારીઓને જારી કરાયેલી રિકવરી નોટિસ પાછી ખેંચવાની છેલ્લી તક આપી હતી. અદાલતે ચેતવણી આપી કે, તેઓ કાયદાના ઉલ્લંઘન માટે કાર્યવાહીને રદ કરી દેશે. આ મામલે આગામી સુનાવણી ૧૮ ફેબ્રુઆરીએ થશે. સુપ્રીમે કહ્યુ કે ડિસેમ્બર ૨૦૧૯ માં શરૂ કરાયેલી કાર્યવાહી જે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાની વિરુદ્ધ હતી, તેને અકબંધ રાખી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે આરોપીઓની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહીમાં પોતે ‘ફરિયાદી, ન્યાયાધીશ અને ફરિયાદી’ તરીકે કામ કર્યું છે. કાર્યવાહી પાછી ખેંચી લો અથવા અમે આ અદાલત દ્વારા નિર્ધારિત કાયદાના ઉલ્લંઘન માટે તેને રદ કરી દઈશું.

સુપ્રીમ ઉત્તર પ્રદેશમાં નાગરિકતા વિરોધી અધિનિયમ (સીએએ)ના આંદોલન દરમિયાન સાર્વજનિક સંપત્તિઓને થયેલા નુકશાનની ભરપાઈ માટે જિલ્લા પ્રશાસન દ્વારા પ્રદર્શનકારીઓને આપવામાં આવેલી નોટિસને રદ કરવાની માગ કરનાર એક પરવેજ આરિફ ટીટૂ દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.

અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આવી નોટિસો એક વ્યક્તિ વિરુદ્ધ ‘મનસ્વી રીતે’ મોકલવામાં આવી છે જેમનુ મૃત્યુ ૬ વર્ષ અગાઉ ૯૪ વર્ષની ઉંમરમાં થયુ હતુ અને સાથે જ ૯૦ વર્ષથી વધુ ઉંમરના બે લોકો સહિત કેટલાય અન્ય લોકોને પણ આપવામાં આવી હતી.

યુપી સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ૮૩૩ તોફાનીઓ વિરુદ્ધ ૧૦૬ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેમની સામે ૨૭૪ રિકવરી નોટિસ જારી કરવામાં આવી હતી. ૨૭૪ નોટિસોમાંથી ૨૩૬માં રિકવરી ઓર્ડર પસાર કરવામાં આવ્યા હતા જ્યારે ૩૮ કેસ બંધ કરી દેવામાં આવ્યા હતા.

વિરોધ દરમિયાન ૪૫૧ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને સમાંતર ફોજદારી કાર્યવાહી અને વસૂલીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ૨૦૨૦માં અધિસૂચિત નવા કાયદા હેઠળ દાવા ટ્રિબ્યૂનલનું ગઠન કરવામાં આવ્યું હતું જેનું નેતૃત્વ સેવા નિવૃત જિલ્લા ન્યાયાધીશ કરી રહ્યા છે. અગાઉ એના માટે એડીએમ તૈનાત હતા.

બેન્ચે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ૨૦૦૯ અને ૨૦૧૮માં ૨ ર્નિણય પસાર કર્યા હતા જેમા જણાવવામાં આવ્યું છે કે, દાવા ટ્રિબ્યુનલમાં ન્યાયિક અધિકારીઓને નિયુક્ત કરવા જાેઈએ પરંતુ તમે છડ્ઢસ્ની નિયુક્તિ કરી. તમારે કાયદા હેઠળ પ્રક્રિયાનું પાલન કરવું પડશે. તેની તપાસ કરો અમે ૧૮ ફેબ્રુઆરી સુધી તક આપી રહ્યા છીએ.

જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે, આ માત્ર સૂચન છે. આ અરજી માત્ર એક પ્રકારે આંદોલન અથવા વિરોધના સબંધમાં ડિસેમ્બર ૨૦૧૯માં આપવામાં આવેલ નોટિસમા એક સેટથી સબંધિત છે. તમે તેને એક પેનના સ્ટ્રોકથી પાછા ખેંચી શકો છો.

યુપી જેવા મોટા રાજ્યમાં ૨૩૬ નોટિસ કોઈ મોટી વાત નથી. જાે તમે ન માન્યા તો પરિણામ ભોગવવા તૈયાર રહેજાે. અમે તમને બતાવીશું કે, સુપ્રીમ કોર્ટના ર્નિણયનું પાલન કઈ રીતે કરી શકાય. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે જ્યારે આ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ર્નિણય ન્યાયિક અધિકારીએ લેવાનો છે તો પછી કેવી રીતે કાર્યવાહી કરે છે. યુપી સરકારે દાવા ટ્રિબ્યુનલના ગઠન પર ૨૦૧૧ માં જારી કરાયેલા સરકારી આદેશનો હવાલો આપ્યો અને કહ્યું કે તે તેના પછીના આદેશોમાં હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યએ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ ઉત્તર પ્રદેશ સાર્વજનિક અને ખાનગી સંપત્તિનાનુકશાનની વસૂલી અધિનિયમને અધિસૂચિત કરી છે. અદાલતે જણાવ્યું કે, ૨૦૧૧માં હાઈકોર્ટ દ્વારા સરકારી આદેશનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો હતો અને તે સમયે રાજ્યએ એક કાયદો લાવવાનું વચન આપ્યું હતું પરંતુ રાજ્યને એક કાયદો લાવવામાં ૮-૯ વર્ષ લાગી ગયા. અમે સમજી શકીએ છીએ કે, ૨૦૧૧માં તમે ત્યાં ન હતા પરંતુ તમે ખામીઓને ખૂબ જ સારી રીતે સુધારી શક્યા હોત.

સરકારે કહ્યું કે તમામ આરોપીઓ જેમની સામે રિકવરી નોટિસ જારી કરવામાં આવી હતી તેઓ હવે હાઈકોર્ટ સમક્ષ છે અને લાંબી સુનાવણી હાથ ધરવામાં આવી છે. તોફાનીઓ વિરુદ્ધ આ કાર્યવાહી ૨૦૧૧ થી થઈ રહી છે અને જાે કોર્ટ આ સીએએ વિરોધી કાર્યવાહીને રદ કરે છે, તો તેઓ બધા આવશે અને રાહત માંગશે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, અમે અન્ય કાર્યવાહીથી ચિંતિત નથી.

અમે ડિસેમ્બર ૨૦૧૯માં સીએએ વિરોધ દરમિયાન મોકલવામાં આવેલી નોટિસોથી જ ચિંતિત છીએ. તમે અમારા ઓર્ડરને બાયપાસ નહીં કરી શકો. તમે એડીએમની નિમણૂક કેવી રીતે કરી શકો, જ્યારે અમે કહ્યું હતું કે, તે ન્યાયિક અધિકારીઓ દ્વારા થવી જાેઈએ. ડિસેમ્બર ૨૦૧૯માં જે પણ કાર્યવાહી થઈ તે આ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાની વિરુદ્ધ હતી. અમે નવા કાયદા હેઠળ આશ્રય લેવાની સ્વતંત્રતા સાથે કાયદા અગાઉની કાર્યવાહીને રદ કરીશું. જે કાર્યવાહી બાકી છે તે નવા કાયદા હેઠળ થશે.

તમે અમને આગામી શુક્રવારે જણાવો કે તમે શું કરવા માંગો છો અને અમે આ મામલાને આદેશ માટે બંધ કરી દઈશું. હકીકતમાં ગયા વર્ષે ૯ જુલાઈએ શીર્ષ અદાલતે યુપી સરકારને કહ્યું હતું કે, તેઓ રાજ્યમાં સીએએ વિરોધી આંદોલનો દરમિયાન સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનની વસૂલી માટે જિલ્લા પ્રસાશન દ્વારા કથિત પ્રદર્શનકારીઓને આપવામાં આવેલ નોટિસ પર કાર્યવાહી ન કરે. જાે કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય કાયદા અનુસાર અને નવા નિયમો અનુસાર કાર્યવાહી કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.