Western Times News

Gujarati News

ઓઢવમાં બંધ ફલેટમાંથી યુવક- યુવતિના મૃતદેહ મળ્યા

  • ર૦ દિવસ પહેલા જ ફલેટ ભાડે રાખીને રહેવા આવેલા યુવક-યુવતિએ આત્મહત્યા કરી હોવાનું તારણ

  • રાજસ્થાનનો યુવક અને મુંબઈની યુવતિ લીવઈન રિલેશનશીપનો કરાર કરી સાથે રહેતા હતા

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આત્મહત્યા કરનાર વ્યÂક્તઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે આ પરિસ્થિતિ  વચ્ચે શહેરના ઓઢવ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં રાજસ્થાનનો યુવક અને મહારાષ્ટ્રની યુવતિ લીવઈન રીલેશનશીપમાં રહેતા અને ર૦ દિવસ પહેલા જ ઓઢવમાં ભાડે મકાન રાખીને રહેવા આવ્યા હતાં.

ગઈકાલે રાત્રે તેમના બંધ ફલેટમાંથી અત્યંત દુર્ગંધ મારતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક સ્થળ પર આવી ફલેટનો દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો હતો ફલેટના રૂમનું અંદરનું દ્રશ્ય જાઈ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં જેમાં યુવતિનો મૃતદેહ પલંગ પર પડેલો હતો.

જયારે યુવકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં જાવા મળ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તેમના પરિવારજનોને જાણ કરી છે અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી છોટાલાલની ચાલીમાં ર૦ દિવસ પહેલા જ લક્ષ્મણ ચૌધરી અને પુજા તરકેશ નામના યુવક-યુવતિઓ ભાડેથી મકાન રાખી રહેવા આવ્યા હતા છોટાલાલની ચાલીમાં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં મકાન ભાડે રાખ્યુ હતું અને તે પહેલા તેઓ નિકોલમાં રહેતા હતાં.

લક્ષ્મણ ચૌધરી મુળ રાજસ્થાનનો વતની છે અને તે રોજગારી મેળવવા માટે મુંબઈ ગયો હતો જયાં તેને મુંબઈની પુજા તરકેશ નામની યુવતિ સાથે પરિચય થયો હતો અને પરિચય કેળવાયા બાદ બંને જણાએ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.

મુંબઈમાં રાજસ્થાનનો યુવક લક્ષ્મણ ચૌધરી અને મુંબઈની યુવતિ પુજાએ સાથે રહેવા માટે લીવઈન રીલેશનસીપનો કરાર કર્યો હતો બંને જણાંએ લગ્ન કરવાના બદલે આ કરાર કરી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે આ કરાર કર્યા બાદ લક્ષ્મણ અને પુજા બંને અમદાવાદ આવી ગયા હતા અને સૌ પ્રથમ તેઓએ નિકોલમાં ભાડે મકાન રાખીને રહેતા હતાં નિકોલમાંથી ર૦ દિવસ પહેલા જ તેઓ ઓઢવ ફલેટમાં રહેવા આવ્યા હતાં ર૦ દિવસ થયા હોવાથી પાડોશીઓ સાથે કોઈ પરિચય થયો ન હતો.

આ દરમિયાનમાં છેલ્લા બે દિવસથી આ ફલેટનો દરવાજા ખુલ્યો ન હતો ગઈકાલે રાત્રે ફલેટમાંથી અસહ્ય દુર્ગંધ મારતા આસપાસના લોકો ફલેટની બહાર એકત્ર થઈ ગયા હતા સ્થાનિક નાગરિકોએ આ અંગેની જાણ ઓઢવ પોલીસને કરી હતી.

ફલેટમાંથી દુર્ગંધ મારતી હોવાની માહિતી મળતા પોલીસ અધિકારીઓ ચોકી ઉઠયા હતા અને તાત્કાલિક ટીમ સાથે ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં આવી પહોંચ્યા હતાં ભયંકર દુર્ગંધ મારતી હોવાથી પોલીસ અધિકારીઓને કંઈક ગંભીર દુર્ઘટના ઘટી હોવાનું માની લીધું હતું અને તાત્કાલિક ફલેટનો બંધ દરવાજા તોડાવ્યો હતો

દરવાજા તોડી પોલીસ ટીમ અંદર પ્રવેશી હતી ફલેટની અંદરનું દ્રશ્ય જાઈ પોલીસ ટીમ ચોંકી ઉઠી હતી રૂમની અંદર યુવતિ પુજાનો મૃતદેહ પલંગ પર પડેલો જાવા મળ્યો હતો જયારે યુવક લક્ષ્મણ ચૌધરીનો મૃતદેહ પંખા પર લટકતી હાલતમાં જાવા મળ્યો હતો આ દ્રશ્ય જાઈ સ્થાનિક નાગરિકો પણ હેબતાઈ ગયા હતાં.

પોલીસ અધિકારીઓએ લક્ષ્મણ અને પુજાના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં   મોકલી આપ્યા હતાં અને ફલેટની તલાશી લેતા કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી ન હતી પરંતુ બંનેએ લીવ ઈન રીલેશનસીપ માટે કરેલો કરાર તથા અન્ય દસ્તાવેજા મળ્યા હતા જેના આધારે પોલીસે તાત્કાલિક બંનેના પરિવારજનોને જાણ કરી હતી.

પોલીસ અધિકારીઓએ યુવક-યુવતિની પાડોશમાં રહેતા સ્થાનિક નાગરિકોની પુછપરછ શરૂ કરી હતી. પુછપરછમાં સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે આ યુવક-યુવતિ ર૦ દિવસ પહેલા જ રૂ.પ હજારના ભાડે ફલેટ રાખીને રહેવા આવ્યા હતા અને મોટાભાગનો સમય બંને જણાં ફલેટમાં રહેતા હતા તેઓ ઘરની બહાર બહુ નીકળતા ન હોવાથી પરિચય કેળવાયો ન હતો.

પોલીસે યુવક-યુવતિના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે ઓઢવ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફલેટમાંથી લીવઈન રીલેશનસીપમાં રહેતા યુવક-યુવતિના મૃતદેહ મળતાં જ સ્થાનિક નાગરિકો પણ ચોંકી ઉઠયા હતા અને લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં બંનેના મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હોવાથી બંને જણાએ બે દિવસ પહેલા આપઘાત કર્યો હોવાનું પોલીસ માની રહી છે. હાલમાં આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચુ કારણ જાણવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.