Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરના ર૦ છાત્ર યુક્રેનમાં MBBSની પરીક્ષા બાદ પરત આવશે

વઢવાણ, ઝાલાવાડના ર૦ જેટલા વિદ્યાર્થી યુક્રેનમાં યુદ્ધના ભણકારા વચ્ચે સુરક્ષિત રીતે એમ.બી.બી.એસ. પરીક્ષા પૂરી થયા બાદ પરત લવાશે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના સંકટના વાદળો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ર૦ જેટલા વિદ્યાર્થી યુક્રેનમાં હોવાના સમાચાર આવતા સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ યુક્રેનની જેવીએસએમયુ કોપિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

આ યુનિવર્સિટી સરહદથી એક હજાર કિલો મીટર દૂર છે અને આ વિદ્યાર્થીઓ સુરક્ષીત છે અને આ વિદ્યાર્થીઓ ત્રીજા અને ૬ઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા આપનાર છે

ત્યારે મોહનભાઈ પટેલે જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેન ગયા હતા. આ શહેરમાં મેડિકલ ક્ષેત્રે વધુ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓને સહીસલામત પાછા લાવવાની જવાબદારી સરકારની છે. યુક્રેન જવા ઝાલાવાડીઓ ઉત્સુક હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.