Western Times News

Gujarati News

ગોધરામાં ઠેરઠેર ગંદકીના ઢગલાઓથી નાગરીકો પરેશાન

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નગરપાલિકા ના શહેરીબાવાઓ એ સફાઈ સહિત નો વેરો વધારો કરવાનો તો ર્નિણય લઈ લીધો પરંતુ શહેરમાં ઠેરઠેર જાેવા મળતા ગંદકી ના ઢગ પાછળ જવાબદાર કોણ? ગોધરા ના સાયન્સ કોલેજ રોડ પર બગીચા પાસે ઠેરઠેર ગંદકી ના ઢગ જાેવા મળી રહ્યાં હોવા છતાં સફાઈ કરવાની તસ્દી પાલિકા ધ્વારા લેવામાં આવતી નથી જેને લઈને શહેરીજનો માં પણ છુપો રોષ જાેવા મળી રહ્યો છે.

ગોધરા નગરપાલિકા ને સરકાર ધ્વારા વર્ષે દહાડે લાખ્ખો કરોડો રૂપિયા ની ગ્રાંટ રોડ,રસ્તા, સ્ટ્રીટલાઈટ, ગટરલાઈન,ટાંકીઓ તથા અન્ય વિકાસ ના કામો માટે આપે છે. ગોધરા નગરપાલિકા માં સમાવિષ્ટ ૧૧ વોર્ડમાં ૪૪ જેટલા સભ્યો હિન્દુ મુસ્લિમ વિસ્તારોમાંથી ચુંટાઈને આવેલા હોવા છતાંય ગોધરા ની પ્રજાને પડખે અને સમસ્યાઓના નિરાકરણ માટે પુછવા શુધ્ધાય જતા નથી

એવી બુમો ગોધરા ના નગરજનોમાં થી ઉઠવા પામી છે રાત્રે ના સમયે અંધકારમાં પાલિકા ની હદમાં આવતી અનેક સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં હોવા છતાંય પાલિકા સત્તાધીશો અને વોર્ડ સદસ્યોને નજરે પડતી નથી એતોઠીક પણ ઠેરઠેર રસ્તા પર આજુબાજુ ગંદકી ના ઢગલા સોસાયટીઓમાં ઉભરાતા કન્ટેનરો પણ ગંધાય ના ત્યાં સુધી સાફ કરવામાં આવતા નથી

કે એ દુર્ગંધ દુર કરવામાં માટે પાવડર નો પણ છંટકાવ નહીં કરાતા મસમોટા મચ્છરો નો ઉપદ્રવ વધવા પામ્યો છે.એક વોર્ડમાં ચાર-ચાર જેટલા મહારથીઓ પાલિકા માં જઈ લોકોની સમસ્યાઓ દુર કરવા રજૂઆત કે પછી કામો કરવાની તસ્દી પણ લેતા નહીં હોવાની લોકોની જાેરશોરથી બુમો ઉઠી રહી છે

ત્યારે ગોધરા નગરપાલિકાના કર્મચારીઓ અને ૪૪ જેટલા કાઉન્સીલરોની ફોજ માત્ર ને માત્ર ખાયકી પર ધ્યાન રાખ્યા વગર ગોધરાની પ્રજાને નડતી ગંદકી,રોડ રસ્તાઓ,પાણી અને સાફસફાઈ જેવી સમસ્યાઓ પર ધ્યાન રાખી નીકાલ કરવાની તસ્દી લેતોય ધણું છે તેવો મત ગોધરા ના નગરજનો દાખવી રહ્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.