Western Times News

Gujarati News

ગોધરામાં ૬૫ બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું આરોગ્ય મંત્રીના હસ્તે ઉદઘાટન

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર તથા આજુબાજુના વિસ્તાર માટે અત્યાધુનિક સુવિધાયુક્ત ૬૫ બેડની એક માત્ર નવિન સ્ટેગો . મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું રાજ્યકક્ષાના ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર , ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી , દેવગઢ બારિયાનાં પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબાના હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે હોસ્પિટલના ડાયરેકટર ર્ડા . અમિત ઉપાધ્યાય , ર્ડા . આશિષ દેવડા , ર્ડા . વિનિત કલાથ ઉપસ્થિત રહ્યા હતા .
આ સુવિધાયુકત ૬૫ બેડની હોસ્પિટલ સૌ પ્રથમ પંચમહાલ જિલ્લામાં બનાવાઈ છે .

વિશ્વકર્મા ચોક પાસેની આ હોસ્પિટલમાં તમામ રોગોના નિષ્ણાત ડોક્ટરોની ટીમ ૨૪ કલાક હાજર રહેશે.  તેમજ દરેક પ્રકારનાં ઓપરેશન અને ઇમરજન્સી આઇ.સી.યુ સારવાર પણ ઉપલબ્ધ હશે . આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ લોકોને સારી સારવાર મળે તે માટે ડાયરેક્ટરોને સૂચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.