Western Times News

Gujarati News

અમદાવાદથી માત્ર ૧૪૦ કિમી દૂર જોવા મળ્યો સિંહ

પ્રતિકાત્મક

અમદાવાદ, જંગલનો રાજા નવા-નવા વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને અમદાવાદ શહેરની નજીક આવી રહ્યો છે. સિંહ કદાચ તેના સાથીને શોધી રહ્યો છે અને હાલમાં વેળાવદર નેશનલ પાર્કથી ૫ કિમી દૂર જાેવા મળ્યો હતો, જે અમદાવાદથી આશરે ૧૪૦ કિમી દૂર છે.

વેળાવદર કાળિયારની વસ્તી માટે જાણીતું છે. સિંહ દેખાયો હોવાની વાતની પુષ્ટિ કરતાં, વન વિભાગના (જૂનાગઢ) મુખ્ય વન સંરક્ષક ડી વસાવડાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા ૨-૩ દિવસથી સિહ આ વિસ્તારમાં ફરતો હતો. સિંહના પગલાના નિશાનને રેકોર્ડ કરવા માટે તે વિસ્તારમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, અને સિંહ નિયમિત કેમેરામાં કેદ થાય છે’.

મદદનીશ વન સંરક્ષક મહેશ ત્રિવેદી, જેઓ વન વિભાગના (ભાવગનર) ઈન્ચાર્જ ડેપ્યુટી કન્ઝર્વેટર પણ છે, તેમણે કહ્યું હતું કે ‘પુખ્ય વયનો સિંહ, જેની ઉંમર આશરે ૫ વર્ષ છે, તે નિયમિત આ વિસ્તારમાં જાેવા મળે છે. સિંહ ગાય અને વાછરડાનું મારણ કરી રહ્યો છે.

આ મારણ, પગલાના નિશાન સાથે સ્પષ્ટ કરે છે કે, સિંહ આ વિસ્તારમાં હાજર છે. ગ્રામજનોએ પણ એક અઠવાડિયા પહેલા સિંહને તેમના ગામમાં જાેયો હોવાનો દાવો કર્યો હતો’.

હવે અમદાવાદ અને વડોદરામાં જ નાઈટ કર્ફ્‌યુ, લગ્ન માટે નોંધણી પણ નહીં કરાવવી પડે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, પુષ્ટિ ત્યારે થઈ જ્યારે એક ટ્રક ડ્રાઈવરે સિંહને જાેયો અને તેણે વન વિભાગને જાણ કરી. ‘આ માહિતી પગના નિશાન અને મારણ સાથે મેળ ખાતી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહની સંખ્યામાં વધારો થયો છે.

એપ્રિલ ૨૦૨૦માં તેઓ સુરેન્દ્રનગરમાં, ડિસેમ્બર ૨૦૨૦માં ગોંડલ અને રાજકોટના બહારના વિસ્તારમાં દેખાયા હતા. આ સિવાય તેમણે ૨૦૨૧માં બોટાદ જિલ્લાના નવા વિસ્તારમાં પણ દેખા દીધા હતા. હવ, ફેબ્રુઆરીમાં પુખ્ત વયનો સિંહ વેળાવદરમાં દેખાયો છે. જે અમદાવાદ-ધંધુકા-ભાવનગર હાઈવે પર આવેલું છે’, તેમ અધિકારીએ કહ્યું હતું. તેવું લાગે છે કે, સિંહ અમરેલી બાજુથી આવ્યો હશે અને પાલીતાણાથી નહીં કારણ કે, ભાવનગર જિલ્લાના સ્ટાફે કોઈ પુખ્ય વયનો સિંહ ગુમ થયાની માહિતી આપી નથી, તેમ અધિકારીએ કહ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.