Western Times News

Gujarati News

પ્રેગ્નેન્સીના ૩૫ સપ્તાહમાં મહિલાને ગર્ભપાતની મંજૂરી

કોલકાતા, કોલકાતા હાઈકોર્ટે ગર્ભપાત સાથે સંકળાયેલા એક કેસમાં ઐતિહાસિક ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રેગ્નેન્સીના ૩૫મા સપ્તાહમાં ૩૬ વર્ષીય ગર્ભવતી મહિલાને ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી આપી છે. દેશમાં પ્રથમ વખત કોઈ કોર્ટે ૩૫ સપ્તાહની ગર્ભાવસ્થાને ખતમ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે ગુરૂવારે આ મામલે ર્નિણય સંભળાવ્યો હતો. મહિલા અને તેના પતિએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરી હતી.

ન્યાયમૂર્તિ રાજશેખર મથાની અધ્યક્ષતાવાળી પીઠે પોતાના આદેશમાં કહ્યું કે, મહિલા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એસએસકેએમ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ પાસે ગર્ભપાત કરાવી શકે છે. પરંતુ ગર્ભપાત દરમિયાન કોઈ પણ પ્રકારની જટિલતા આવે તો તેની જવાબદારી મહિલાની રહેશે.

કોર્ટે આ મામલે જીજીદ્ભસ્ હોસ્પિટલના ડોક્ટર્સની એક ટીમની રચના કરી હતી. ટીમે મહિલાની તપાસ કરીને કોર્ટ સમક્ષ મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું હતું કે, કોઈ પણ સંજાેગોમાં બાળકની સામન્ય ડિલિવરી નહીં કરાવી શકાય. મેડિકલ બોર્ડે રિપોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, જાે કોઈ પણ રીતે બાળક જન્મ પણ લેશે તો પણ તે સામાન્ય જિંદગી નહીં જીવી શકે.

અગાઉ ૪ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ દિલ્હી હાઈકોર્ટે પણ આ પ્રકારનો ર્નિણય સંભળાવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ૨૮ સપ્તાહની પ્રેગ્નેન્સીના ગ્રભપાત માટે મંજૂરી આપી હતી. ભ્રૂણની ગંભીર અસામાન્યતાઓના કારણે તેવો ર્નિણય આપવામાં આવ્યો હતો. આવી અસામાન્યતાઓ સાથે જન્મતા નવજાતે અનેક સર્જરીઓમાંથી પસાર થવું પડે છે જે ખૂબ પીડાદાયક હોય છે. હકીકતે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી (સ્‌ઁ) એક્ટ પ્રમાણે ૨૪ સપ્તાહ બાદ ગર્ભપાતની મંજૂરી નથી મળતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.