Western Times News

Gujarati News

સુરતમાં કિન્નર પત્ની-પુત્રવધૂને બેહોશ કરી દાગીના-રોકડની ચોરી કરી ફરાર

સુરત, સુરતના લંબે હનુમાન રોડ પર બિલ્ડરના ઘરે આવેલા કિન્નરે માતાજીના દીવાના તેલ માટે રૂપિયા માગ્યા બાદ બિલ્ડરની પત્ની અને પુત્રવધૂને કેફી દ્રવ્યનું પાણી પીવડાવી બેહોશ કરી નાખ્યાં હતાં. ત્યાર બાદ ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને ૧૪૨૧૦૦ રૂપિયા ચોરી કરીને નાસી ગયો હતો. લંબે હનુમાન રોડ ખાતે આવેલી પ્રભુદર્શન સોસાયટીમાં પ્રકાશભાઈ ઝવેરભાઈ પરિવાર સાથે રહે છે.

તેઓ વ્યવસાયે બિલ્ડર છે. રવિવારે સવારે તેમનાં પત્ની વિલાસબેન અને પુત્રવધૂ રિતિકાબેન ઘરે હતાં. નકલી કિન્નર અને એની ટોળકીને ડીસીબીએ રોડ પર લાગેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરાની મદદથી સ્ટેશન પાસેની એક હોટલ બહારથી દબોચી લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. શ્રદ્ધાના નામે ઘરમાં ઘૂસી નકલી કિન્નર ટોળકી પકડાતાં જ અનેક કેસ ઉકેલાય એવી શક્યતાઓ દેખાય રહી છે.

પ્રકાશભાઈ ઝવેરભાઈ લીંબાસિયા (ફરિયાદી)એ જણાવ્યું હતું કે તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રવિવારના રોજ તેઓ કામકાજને લઈ બહાર ગયા હતા. એ દરમિયાન ઘરમાં તેમનાં પત્ની અને વહુ તેમજ અઢી વર્ષનો દીકરો જ હતાં. એ સમય એ એક નકલી કિન્નર ઘરમાં ઘૂસી ગયો હતો. પાણી પીવડાવોપ ભગવાન તમારું સારું કરશે, એમ કહી સાસુ-વહુને શ્રદ્ધાની ઝપેટમાં લીધાં હતાં. ત્યાર બાદ ચોખા-પાણી માગી બન્ને મહિલાઓને હિપ્નોટાઇઝ કરી બેભાન કરી દીધાં હતાં.

સાસુ-વહુ બેભાન થતા જ કિન્નર ઘરના કબાટમાંથી દાગીના અને રોકડ મળી ૧.૪૨ લાખની મત્તા ચોરી ભાગી ગયો હતો. ૧૫ મિનિટ બાદ ભાનમાં આવેલી બન્ને મહિલાઓને કંઈક અજુગતુ થયું હોવાનો ભાસ થતા ફોન કરી તેમને જાણ કરી હતી. હું દોડીને ઘરે આવ્યો તો કીમતી સામાન ગાયબ હતો. તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં વરાછા પોલીસ, ડીસીબી સહિતનો કાફલો દોડી આવ્યો હતો. તપાસ કરતા કિન્નર હોવાનું સામે આવ્યું હતું.

સોસાયટી બહાર ઓટોરિક્ષા પાર્ક કરી આ કિન્નર પહેલાં બાજુની સોસાયટીમાં ગયો હતો. જાેકે રવિવારને લઈ તમામ બંગલાઓમાં પુરુષો હોવાથી ૫૦-૧૦૦ રૂપિયા લઈ નીકળી ગયો હતો. ત્યાર બાદ પ્રભુ દર્શન સોસાયટીમાં પણ ૭ બંગલામાં ફર્યો હતો.

ત્યાંથી પણ ૫૦-૧૦૦ લઈ અમારા બંગલમાં આવ્યો હતો, જ્યાં એને મહિલાઓ એકલી હોવાનું જાણાતાં જ લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં, પણ હિપ્નોટાઇઝ કરી લૂંટ કરી હોવાનું કહી શકાય.

પોલીસની સુંદર કામગીરી સામે આવી છે. સોસાયટી બહાર પાર્ક રિક્ષાના નંબરના આધારે રોડ પર લાગેલા ઝ્રઝ્ર્‌ફ ચેક કરી લૂંટારું ટોળકી સુધી ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા હતા. સુરત રેલવે સ્ટેશન પાસેની ફૂડ કોટ હોટલ બહારથી પોલીસે ત્રણને પકડી પાડી મુદ્દામાલ પણ કબજે લીધો છે. સીસીટીવીને વરાછા પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ અમને અમારી કીમતી વસ્તીઓ મળી છે.

કિન્નરના કહ્યા મુજબ વિલાસબેન અને રિતિકાબેન આ પાણી પી ગયા હતા. કિન્નરે એ પાણીમાં ઘેનવાળો પદાર્થ મિક્સ કરેલો હોવાથી સાસુ-પુત્રવધૂ બંને બેહોશ થઈ ગયાં હતાં. થોડા સમયમાં હોશમાં આવતાં ઘરમાં સામાન વેરવિખેર પડેલો દેખાયો હતો. કિન્નર બંનેને બેહોશ કરીને ઘરમાંથી સોનાનાં ઘરેણાં અને રોકડા રૂ. ૨૧૦૦ મળીને કુલ રૂ. ૧૪૨૧૦૦ની મત્તા ચોરી કરીને નાસી ગયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.