Western Times News

Gujarati News

રોબોટ્‌સ માટે રિલાયન્સે એક બિલિયન ડોલરનો ઓર્ડર આપ્યો

નવી દિલ્હી, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તાજેતરમાં જ એડવર્બ ટેક્નોલોજીસને ૧ બિલિયન ડોલર (આશરે ૭૪ અબજ રૂપિયા)નો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર ૫જી ટેક્નોલોજીથી સજ્જ રોબોટ્‌સ માટે આપવામાં આવ્યો છે. તેનો ઉપયોગ રિલાયન્સની જામનગર રિફાઈનરીમાં કરવાની યોજના છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે થોડા સમય પહેલા જ રોબોટિક્સ સ્ટાર્ટઅપ એડવર્બ ટેક્નોલોજિસની ૫૪ ટકા ભાગીદારીનું અધિગ્રહણ કર્યું હતું.

આ સોદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (રિલાયન્સ રિટેલ વેન્ચર લિમિટેડ) દ્વારા કરવામાં આવ્યો હતો. રિલાયન્સ રિટેલે આ ડીલ ૧૩૨ મિલિયન ડોલર એટલે આશરે ૯૮૫ કરોડ રૂપિયામાં કરી હતી. જાણવા મળ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ રોબોટ્‌સ દ્વારા ૫જી સાથે સંકળાયેલા એક્સપેરીમેન્ટ્‌સ પણ કરશે.

પહેલેથી જ એડવર્બના ડાયનેમો ૨૦૦ રોબોટ્‌સનો જામનગર રિફાઈનરીમાં ઈંટ્રા-લોજિસ્ટિક્સ ઓપરેશનમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ તમામ રોબોટ્‌સ ૫ય્થી સંકળાયેલા છે અને તેમને અમદાવાદ સ્થિત રિમોટ સર્વર વડે કંટ્રોલ કરવામાં આવે છે. આ માટે એડવર્બની ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ લીજનનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય ૧ ટન પેલોડ કેપેસિટીવાળા ડાયનેમો રોબોટ્‌સનો ઉપયોગ બૈગિંગ લાઈન ઓટોમેશનમાં કરવામાં આવી રહ્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભાગીદારી ખરીદવામાં આવી ત્યાર બાદ સ્ટાર્ટઅપ કંપનીએ કહ્યું હતું કે, આ ડીલથી તેને અમેરિકા અને યુરોપના માર્કેટમાં ઉતરવામાં મદદ મળશે. આ સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી મળેલા પૈસા વડે તેને એક જ લોકેશન પર વિશાળ રોબોટિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા સંસાધન પણ મળશે. કંપની હોસ્પિટલ્સ અને વિમાન મથકો પર રોબોટ ડિપ્લોય કરવાની યોજના પર કામ કરી રહી છે. આ સોદાના કારણે તેમાં તેજી આવવાની સંભાવના છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શેર ખરીદવામાં આવ્યા ત્યારબાદ એડવર્બની વેલ્યુએશન ૨૬.૫થી ૨૭ કરોડ ડોલર (આશરે ૨૦૦૦ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે. કંપની હાલ નોએડા પ્લાન્ટમાં દર વર્ષે આશરે ૧૦ હજાર રોબોટ બનાવી રહી છે. એડવર્બ રિલાયન્સ રિટેલને પહેલેથી જ સામાન પૂરો પાડી રહી છે. હવે એડવર્બના રોબોટ્‌સનો ઉપયોગ રિલાયન્સના વિભિન્ન ઉપક્રમોમાં મોટા પાયે થવાનો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.