Western Times News

Gujarati News

જીયો માલદીવમાં IAX કેબલ સિસ્ટમ દરિયામાં વિકસાવશે

મુંબઈ, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જીયો), ભારતની સૌથી મોટી ૪જી અને મોબાઇલ બ્રોડબેન્ડ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર, માલદીવના હુલહુમાલેમાં નેક્સ્ટ જનરેશન મલ્ટી-ટેરાબાઇટ ક્ષમતાની ઇન્ડિયા-એશિયા-એક્સપ્રેસ (આઈએએક્સ) કેબલ સિસ્ટમ દરિયાના પેટાળમાં વિકસાવશે.
ઉચ્ચ ક્ષમતા અને હાઇ-સ્પીડ આઈએએક્સ સિસ્ટમ હુલહુમાલેને ભારત અને સિંગાપોરમાં વિશ્વના મુખ્ય ઇન્ટરનેટ હબ સાથે સીધું જ જાેડશે.

આર્થિક વિકાસ પ્રધાન ઉઝ ફૈયાઝ ઇસ્માઇલે, માલદીવમાં સ્થપાઈ રહેલા પહેલા ઇન્ટરનેશનલ કેબલના લોન્ચિંગ અંગે બોલતાં કહ્યું કે, સુરક્ષિત, પોસાય તેવી અને ઉચ્ચ-ગુણવત્તાવાળી સેવાઓ પૂરી પાડીને અમારા લોકો માટે અમારા કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા અને આ માટેની વિશાળ તકો ખોલવાની દિશામાં આ પહેલું પગલું છે.

અમારું લક્ષ્ય અમારી અર્થવ્યવસ્થામાં વૈવિધ્ય લાવવા અને દક્ષિણ એશિયામાં મુખ્ય સંચાર હબ તરીકે સ્થાપિત થવાનો પણ છે. આર્થિક વિકાસ ઉપરાંત, દરિયાના પેટાળમાં નાખવામાં આવનાર કેબલ માલદીવમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ એક્સેસ દ્વારા સામાજિક વિકાસને વેગ આપશે અને અમે જે ન્યાયી વિકાસ ઈચ્છીએ છીએ તે પ્રાપ્ત કરી શકીશું.”

આજની વૈશ્વિક અર્થવ્યવસ્થા ન્યુનતમ અવરોધ પડે તેવા બ્રોડબેન્ડ દ્વારા સંચાલિત છે, જે લોકો, વ્યવસાયો, કન્ટેન્ટ અને સેવાઓ વચ્ચે સેતુ બને છે. આઈએએક્સ માત્ર માલદીવને વિશ્વના કન્ટેન્ટ હબ સાથે જ નહીં જાેડે, પરંતુ તે માલદીવની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી પહેલોથી અપેક્ષિત ડેટા માંગમાં વિસ્ફોટક વૃદ્ધિને પણ વેગ આપશે, તેમ રિલાયન્સ જિયોના પ્રેસિડેન્ટ મેથ્યુ ઉમ્મેને કહ્યું હતું.

“જિયોને વેબ ૩.૦-સક્ષમ ઈન્ટરનેટ સેવાઓને સપોર્ટ કરતી ઉચ્ચ-ગુણવત્તાવાળી, ટેરાબાઇટની ક્ષમતા પ્રદાન કરીને આ મહત્વાકાંક્ષાને સાકાર કરવામાં મદદ કરવા માટે માલદીવની સરકાર સાથે કામ કરીને ખૂબ જ આનંદ થાય છે.

આઈએએક્સ સિસ્ટમ પશ્ચિમમાં મુંબઈથી શરૂ થાય છે અને ભારત, મલેશિયા અને થાઈલેન્ડમાં વધારાની લેન્ડિંગ્સ સહિતની શાખાઓ સાથે સીધી સિંગાપોર સાથે જાેડાય છે. ઈન્ડિયા-યુરોપ-એક્સપ્રેસ (આઈઈએક્સ) સિસ્ટમ મુંબઈને મિલાન સાથે જાેડે છે, તેમાં ઈટાલીના સવોનામાં પણ જાેડાણ પૂરું પાડે છે એ ઉપરાંત તેમાં મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્રમાં વધારાના કનેક્ટનો પણ સમાવેશ થાય છે. આઈએએક્સ ૨૦૨૩ના અંતમાં સેવા માટે તૈયાર થવાની અપેક્ષા છે, જ્યારે આઈઈએક્સ ૨૦૨૪ના મધ્યમાં સેવા માટે તૈયાર થઈ જશે.

આ ઉચ્ચ ક્ષમતા અને હાઇ-સ્પીડ સિસ્ટમ્સ ૧૬,૦૦૦ કિલોમીટરથી વધુ  100Gb/s ની ઝડપે 200xeb/sથી વધુ ક્ષમતા પ્રદાન કરશે. ઓપન સિસ્ટમ ટેક્નોલૉજી અને લેટેસ્ટ વેવલેન્થ સ્વીચ્ડ RoADM/બ્રાન્ચિંગ યુનિટ્‌સનો ઉપયોગ કરવાથી ઝડપી અપગ્રેડ ડિપ્લોયમેન્ટ અને બહુવિધ સ્થળોએ તરંગો ઉમેરવા/છોડવાની અંતિમ સુગમતા સુનિશ્ચિત થાય છે. આઈઈએક્સ અને આઈએએક્સ એકસાથે આ દાયકામાં ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મહત્વપૂર્ણ વિકાસ સીમાચિન્હ છે, જે ભારત, યુરોપને દક્ષિણપૂર્વ એશિયા અને હવે માલદીવને પણ જાેડી દેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.