Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કુલ ૩૪૭ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના કેસોમાં હવે તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે ૩૪૭ નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૮૮૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપ્યું છે. અત્યાર સુધીમાં ૧૨,૦૫,૫૪૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૪ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોના વેક્સિનેશન મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧,૬૦,૭૯૯ રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.

બીજી તરફ હાલ રાજ્યમાં કુલ ૪૪૬૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૪૦ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૪૪૨૪ નાગરિકો સ્ટેબલ છે. જ્યારે ૧૨૦૫૫૪૩ નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જાે કે ૧૦,૯૦૨ નાગરિકો કોરોનાની સામે જીવનનો જંગ હારી પણ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૬ નાગરિકોનાં મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશન ૧, વડોદરા કોર્પોરેશનમાં ૩ અને જામનગર કોર્પોરેશનમાં ૨ નાગરિકોનાં મોત થયા હતા.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૨ ને પ્રથમ જ્યારે ૪૬ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૨૦૮૮ ને પ્રથમ અને ૬૯૯૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૯૧૧૮ ને રસીનો પ્રથમ અને ૪૭૮૭૬ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૫૨૯૯ ને પ્રથમ અને ૭૪૪૬૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ ઉપરાંત ૧૪૮૯૫ ને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૬૦,૭૯૯ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૨૨,૮૯,૬૯૯ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.