Western Times News

Gujarati News

દૂધ મંડળીના સેક્રેટરી સામે રૂા.૨૭.૫૫ લાખની ઉચાપતની રાવ

પ્રતિકાત્મક

આણંદ, ખંભાત તાલુકાના વત્રા ગામે આવેલી દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં સુરશભાઈ પુજાભાઈ સેક્રેટરી તરીકે ૨૦૧૧થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધી ફરજ બજાવી હતી. ચાર્જ છોડ્યો ત્યારે મંડળીના રોજમેળમાં રૂા.૧૪,૭૨,૦૪૯ની સિલ્ક બોલતી હતી. જુના સેક્રેટરીએ નવા સેક્રેટરીને ચાર્જ સોંપતી વખતે સીલ્ક આપી નહોતી.

એટલે ઓડીટરે આ અંગે સુરેશભાઈની પૂછપરછ કરતાં તેમણે લેખિત નિવેદન પણ આપ્યું હતું. આ ઉપરાંત તેમણે અન્ય રકમ પણ પોતાના અંગત કામમાં વાપરી હતી. ધિરાણ વસુલાતની મોટાભાગની રકમ તેઓ ઓળવી ગયા હતા તે તમામનો સરવાળો રૂા.૨૭,૫૪,૯૫૬ થતો હતો. આ રકમ સુરેશભાઈ આપી ન શકતા ઉચાપત ફરિયાદ દાખલ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.