Western Times News

Gujarati News

ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારાની શક્યતા

નવી દિલ્હી, કોરોનાની ત્રાસદીમાંથી દુનિયા માંડ બહાર આવી હતી ત્યારે હવે રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા જંગથી આર્થિક અનિશ્ચિતતાઓનો માહોલ જાેવા મળી રહ્યો છે.

યુક્રેનની રશિયા પરની કાર્યવાહીથી દુનિયામાં હાહાકાર છે.બીજી તરફ સોના, ચાંદી અને ક્રુડ ઓઈલના ભાવમાં આ સંકટના કારણે વધારો થઈ રહ્યો છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં આ જંગના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે.બ્રેન્ટ ક્રુડના ભાવ ૧૦૧.૪૯ ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રુડના ભાવ ૯૬.૦૯ ડોલર થઈ ગયા છે.જેનાથી ભારતમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં બહુ જલ્દી વધારો થાય તેવી શક્યતા છે.

ભારત મોટાભાગનુ ઓઈલ ઈમ્પોર્ટ કરે છે અને ભારતનુ ઈમ્પોર્ટ બિલ હવે વધશે તે નિશ્ચિત છે.ભારતની ઈકોનોમી પર તેની અસર જાેવા મળી શકે છે.જાે ક્રુડ ઓઈલના ભાવ હવે ૧૦૦ ડોલરની ઉપર લાંબો સમય રહેશે તો દેશમાં મોંઘવારી વધશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.