Western Times News

Gujarati News

વાંધાજનક પોસ્ટ માટે એડમિન જવાબદાર ન ગણાય: કોર્ટ

થિરૂવનંતપુરમ, વોટસએપ ગ્રૂપના એડમિનો માટે કોર્ટે એક રાહતભર્યો ચુકાદો આપ્યો છે. કેરાલા હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યુ છે કે, વોટસએપ ગ્રૂપમાં કોઈ આપત્તિજનક પોસ્ટ કે મેસેજ મુકવામાં આવે તો ગ્રૂપ એડમિન તેના માટે પરોક્ષ રીતે જવાબદાર નથી. માર્ચ ૨૦૨૦માં ફ્રેન્ડસ નામના એક ગ્રૂપમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડિયો શેર કરવામાં આવ્યો હતો.આ ગ્રૂપને હાઈકોર્ટમાં પિટિશન કરનારે જ બનાવ્યુ હતુ.આ સિવાય તેમાં બે એડમિન હતા.

દરમિયાન વોટસએપ ગ્રૂપના એડમિન સામે આ પ્રકારનો વિડિયો શેર કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો.એ પછી પિટિશન કરનારા વ્યક્તિને પણ એડમિન હોવાના નાતે આરોપી બનાવવામાં આવ્યો હતો.

આખરે આરોપીએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી.કોર્ટે કહ્યુ હતુ કે, વોટસએપ ગ્રૂપના એડમિન પાસે એક માત્ર વિશેષ અધિકાર એ હોય છે કે, તે ગ્રૂપના કોઈ સભ્યને હટાવી શકે છે કે એડ કરી શકે છે.ગ્રૂપનો કોઈ સભ્ય શું પોસ્ટ કરે છે તેના પર એડમિનનુ નિયંત્રણ હોતુ નથી.તે બીજા કોઈના મેસેજને સેન્સર કરી શકતો નથી.

હાઈકોર્ટે કહ્યુ હતુ કે, કોઈ પણ અપરાધમાં પરક્ષો જવાબદારી ત્યારે નક્કી કરી શકાય કે તેને લઈને કોઈ કાયદો હોય.હાલમાં આઈટી એકટ હેઠળ એવો કોઈ કાયદો નથી.વોટસએપ એડમિન આઈટી ના કાયદા હેઠળ મધ્યસ્થી ગણી શકાય નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.