Western Times News

Gujarati News

ભારત તટસ્થ, કટોકટીના શાંતિપૂર્ણ ઉકેલની આશા

નવી દિલ્હી, રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણની દુનિયાના તમામ મોટા દેશો ઝાટકણી કાઢી રહ્યા છે. અમેરિકા, ફ્રાંસ, બ્રિટેન સહિત દેશોએ આ હુમલો રોકવા માટે રશિયાને સલાહ આપી છે.બીજી તરફ ભારતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભારતના રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી ડો.રાજકુમાર રંજન સિંહે કહ્યુ હતુ કે, ભારત આ મામલામાં ન્યૂટ્રલ છે.

તેમને આ અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેમણે મીડિયાને કહ્યુ હતુ કે, ભારત તટસ્થ છે અને આ કટોકટીનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તેવી આશા રાખી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે આ મામલામાં અત્યાર સુધી કોઈની તરફે સ્ટેન્ડ લીધુ નથી.ભારતે તટસ્થ રહેવાની નીતિ અપનાવી છે.ભારતે યુએનમાં પણ કહ્યુ હતુ કે, વાતચીત થકી આ વિવાદનો ઉકેલ લવાવો જાેઈએ.યુધ્ધ ટળે તે દુનિયા માટે બહેતર હશે. બીજી તરફ ચીન પણ રશિયા અને યુક્રેન જંગ અંગે કશુ કહી રહ્યુ નથી.ચીન જાેકે આ પહેલા રશિયાના સમર્થનમાં નિવેદન આપી ચુકયુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.