Western Times News

Gujarati News

મેઘરજમાં પોલીસનું હપ્તારાજઃ ફેરિયાઓ પાસે દૈનિક રૂ. ર૦૦નો હપ્તો

પ્રતિકાત્મક

વેપારીઓમાં પોલીસની નીતિ સામે રોષઃ લારીઓ રોડ પર ઠાલવી

મોડાસા, ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સતત તોડ અને હપ્તારાજમાં રચ્યાપચ્યા રહેતા. હોવાથી એક આક્રોશ જાેવા મળી રહયો છે.

અરવલ્લી જીલ્લાના મેઘરજમાં રોડ સાઈડમાં ઉભા રહેતા લારીગલ્લાવાળાઓને ધંધો કરવા માટે પોલીસ હપ્તા માગતી હોવાના આક્ષેપ સાથે શાકભાજી અને ફૂટના ફેરિયાઓએ રોડ પર શાકભાજી ફુટ ઠાલવી રોષ વ્યકત કર્યો હતો. ફેરીયાઓએ જીલ્લા પોલીસવડાને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માગ કરી હતી.

મેઘરજ નગરમાં રોજનું રોજ કમાઈ ખાતા ફેરીયાઓ પોલીસતંત્રના રંજાડથી તોબા પોકારી ઉઠયા છે. છેલ્લા કેટલાક સમયથી રોડ સાઈડ ઉભા રહેતા ફરીયાઓ પાસેથી પોલીસે દૈનિક ર૦૦ રૂપિયાના હપ્તાની માગણી કરવામાં આવી રહી હોવાથી સાથે હપ્તા ન આપનાર ફેરીયાઓ અને લારી ગલ્લાઓવાળા ધંધાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરતા

મેઘરજ પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે. ત્યારે ફેરીયાઓએ અનોખી રીતે વિરોધ કરી રોડ પર શાકભાજી ઠાલવી દીધી હતી. ફેરીયાઓના જણાવ્યા અનુસાર વહેલી સવારે મોડાસાથી શાકભાજી અને અન્ય માલસામાન લાવી વેચાણ કરી આખો દિવસ ઉભા રહી માંડ ત્રણસો ચારસોો રૂપિયા મળતા જીવનનિર્વાહ ચલાવીએ છીએ.

છેલ્લા કેટલાક સમયથી પોલીસવાળા અમારી પાસે દેનિક ર૦૦ રૂપિયા આપો તો જ ધંધો કરવા દઈએ કહી હપ્તો માંગતા હોવાનો આક્ષેપ કરી પોલીસની દાદાગીરીથી ત્રાસેલા ફેરીયાઓએ ધંધો બંધ કરી તેમના બૈરાં છોકરા સાહેબનાં ઘરે મૂકી આવીએ તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો.

શાકભાજી વેચતા ફેરીયાઓએ રોડ પર શાકભાજીની લારીઓ ઉંધી કરી દેતા રોડ પર શાકભાજીના ઢગલા ખડકાયા હતા. લોકોના ટોળેટોળા ઉમટતા મેઘરજ પોલીસ દોડી આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.