Western Times News

Gujarati News

વેબસાઇટ મારફતે નર્મદા નદીની આરતીના યજમાન બની શકાશે

મા નર્મદા નદી નહી પણ સદીની સાધના :નર્મદા સલીલાના દર્શન માત્રથી ધન્ય થઇ જવાય -મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતાનગર ખાતે આયોજીત નર્મદા મહાઆરતીમાં વર્ચ્યુઅલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી: વેબસાઇટનું કર્યુ ઇ-લોકાર્પણ

આદિવાસી ખેડુતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદી પણ ઘેરબેઠા મેળવી શકાશે

રાજપીપલા, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગઇકાલે વર્ચ્યુઅલ માધ્યમથી એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે નર્મદા મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે આરંભ કરાવ્યો છે. શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા માટે www.narmadamahaaarti.in વેબસાઇટ વિકસાવવામાં આવી છે. જેનું પણ નર્મદા મહાઆરતી બાદ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યુ કે, ગુજરાતની જીવાદોરી નર્મદા નદીની મહાઆરતી થઇ રહી છે અને મને આનંદ છે કે હું આજે પ્રથમ યજમાન બન્યો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ કહ્યુ છે કે, નર્મદા નદી નથી પણ સદીની સાધના છે. નર્મદા નદી દ્વારા  કચ્છથી લઈને ઉતર ગુજરાત સુધીના વિસ્તારો હરિયાળા બન્યા છે. નર્મદા સલીલાના દર્શન માત્રથી ધન્ય થઇ જવાય છે.

તેમણે ઉમેર્યુ કે વિશ્વની સૌથી  ઉચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજદિન સુધી ૭૮ લાખ કરતાં વધુ  પ્રવાસીઓએ મુલાકાત  લીધી છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રીની દીર્ઘ દૃષ્ટિથી આ શક્ય બન્યું છે. આ મહાઆરતીમા ૬ હજારથી પણ વધુ લોકો ભાગ લઈ શકે

તેમજ શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા કરવામાં આવી છે જે બદલ શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિતી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રી ઓને અભિનંદન પાઠવ્યા હતા.

ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધ્યક્ષ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતુ કે, એકતાનગરના પ્રણેતા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં નર્મદા ઘાટ અને કોરીડોરનું નિર્માણ સંપન્ન કરવામાં આવ્યુ છે. ઘાટ પર નદીનાં પ્રવાહને ધ્યાને લેતા ૬,૦૦૦ શ્રધ્ધાળુઓ બેસી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્રણ ભાષામાં ઉપલબ્ધ વેબસાઇટ મારફતે શ્રધ્ધાળુઓ આરતીના યજમાનનો લાભ લઇ શકશે અને શ્રધ્ધાળુ કદાચિત રૂબરૂ ન આવી શકે તો વર્ચ્યુઅલ યજમાન તરીકેનો લાભ લઇ શકશે અને દાન પણ આપી શકશે. આ ઉપરાંત આદિવાસી ખેડુતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદ નજીવા દરે ઘેરબેઠા મેળવી શકાશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંઘ, સરદાર સરોવર નર્મદા નિગમ ડાયરેકટરશ્રી સી.વી.નાંદપરા સહિતના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.