Western Times News

Gujarati News

અમે તમને એક ઇંચ જમીન પર પણ કબજો કરવા દેશું નહીં: યુક્રેનનો રશિયાને કડક સંદેશ

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકતું જણાતું નથી. રશિયાની સૈન્ય તાકાત કરતાં ઘણી નબળી હોવા છતાં યુક્રેન રશિયન દળોને કડક જવાબ આપી રહ્યું છે. આ દરમિયાન યુક્રેને એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે તે તેના આક્રમણને લઈને રશિયા સાથે વાતચીત દરમિયાન કોઈપણ રીતે દબાણને વશ નહીં થાય અને આ સાથે જ યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગેવાની હેઠળના રશિયન પરમાણુ દળોને પણ હાઈ એલર્ટ પર રાખવાના પગલાની પણ નિંદા કરી છે.

યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ રવિવારે કહ્યું હતું કે દેશની એક ઇંચ જમીન હરીફને આપવામાં આવશે નહીં. કુલેબાએ વર્ચ્યુઅલ રીતે પ્રસારિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે કોઈ પણ સંજાેગોમાં આત્મસમર્પણ કરીશું નહીં, અમે આત્મસમર્પણ કરીશું નહીં.

અમે અમારા પ્રદેશની એક ઇંચ જમીન પણ છોડીશું નહીં.યુક્રેને કહ્યું કે તે બેલારુસી સરહદે રશિયા સાથે બિનશરતી વાટાઘાટો કરશે જ્યારે મોસ્કોએ અગાઉ કિવની સૈન્યને વાટાઘાટો શરૂ થાય તે પહેલાં શસ્ત્રો નીચે મૂકવા કહ્યું હતું. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમનો દેશ બેલારુસ સિવાય કોઈપણ જગ્યાએ મંત્રણા કરવા તૈયાર છે.

આ દરમિયાન યુક્રેન પર હુમલાના ચોથા દિવસે રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર બોમ્બમારો કર્યો હતો. રશિયાએ યુક્રેન પર હુમલો તેજ કર્યો છે અને હવે યુક્રેન જે રીતે રશિયાને યુદ્ધમાં જવાબ આપી રહ્યું છે તેનાથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

યુક્રેનની સેનાએ રશિયન સૈનિકોનો સામનો કર્યો અને મુશ્કેલીગ્રસ્ત દેશે દાવો કર્યો કે તેણે રશિયન સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. રશિયન સૈનિકો રવિવારે ઉત્તરપૂર્વીય શહેરમાં પ્રવેશ્યાના કલાકો પછી યુક્રેનિયન દળોએ દેશના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવનો સંપૂર્ણ નિયંત્રણ પાછું લઈ લીધુ છે. જે રવિવારે વહેલી સવારે મશીનગન ફાયરિંગ અને વિસ્ફોટોથી હચમચી ઉઠ્‌યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.