Western Times News

Gujarati News

બેદરકારીપૂર્વક ગાડી ચલાવવાના આરોપમાં વિનોદ કાંબલીની ધરપકડ

મુંબઈ, મુંબઈ પોલીસે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની ધરપકડ કરી હતી. વિનોદ કાંબલી પર એવો આરોપ હતો કે, તેમણે એક ગાડીને ટક્કર મારી છે અને તે પણ દારૂના નશામાં. આ મામલે આગળની તપાસ ચાલી રહી છે. બાંદ્રા પોલીસે આ મામલે રિપોર્ટ દાખલ કર્યો છે અને મુંબઈ પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. જાેકે કાંબલીને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે બેદરકારીપૂર્વક ગાડી ચલાવવાના આરોપસર રવિવારે વિનોદ કાંબલીની ધરપકડ કરી હતી. જાેકે બાંદ્રા પોલીસે થોડા સમયમાં જ કાંબલીને જામીન પર મુક્ત કરી દીધો હતો. વિનોદ કાંબલી પર પોતાની બાંદ્રા સ્થિત સોસાયટીના ગેટ પર બેદરકારીપૂર્વક ગાડી ચલાવીને ટક્કર મારવાનો આરોપ છે. એએનઆઈના અહેવાલ પ્રમાણે મુંબઈ પોલીસનું કહેવું છે કે, તે દારૂના નશામાં હતો.

મુંબઈ પોલીસે વિનોદ કાંબલીની આઈપીસીની કલમ ૨૭૯ (બેદરકારીપૂર્વક વાહન ચલાવવું), ૩૩૬ (અન્યનો જીવ જાેખમમાં મુકવો) અને ૪૨૭ (નુકસાન પહોંચાડનારૂ કૃત્ય) અંતર્ગત કાર્યવાહી કરીને ધરપકડ કરી હતી. આ તમામ કલમો જામીનપાત્ર શ્રેણીમાં આવે છે માટે કાંબલીને ધરપકડ બાદ થાણામાંથી જ જામીન મળી ગયા હતા.

દેશ માટે ૧૭ ટેસ્ટ અને ૧૦૪ વનડે ઈન્ટરનેશનલ રમી ચુકેલા વિનોદ કાંબલી ભારતીય ટીમના પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના ખૂબ સારા મિત્ર છે. વિનોદ કાંબલી વર્ષ ૧૯૯૩થી વર્ષ ૨૦૦૦ દરમિયાન ભારતીય ટીમ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.