Western Times News

Gujarati News

સિવિલમાંથી ભાગેલા ચોરીના આરોપીઓ રાજસ્થાનથી ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: બે દિવસ અગાઉ સિવિલ હોસ્પીટલમાંથી (Civil hospital ahmedabad, Gujarat) પોલીસને ધક્કો મારીને ભાગી (Thrashed police and run away) ગયેલા ચોરીના આરોપીઓને ઝડપી લેવા માટે ચાંદખેડા પોલીસ દ્વારા કેટલીક ટીમો બનાવવામાં આવી હતી જેમને અલગ અલગ જગ્યાએ વાચમાં ગોઠવી તેઓને ઝડપવા માટે ધોંસ વધારી દીધી હતી. જેના પગલે રાજસ્થાનના બાંસવાડા ખાતે તપાસ માટે ગયેલી ટીમને બંન્ને આરોપીઓની ઝડપી લેવા સફળતા મળી હતી.

સિવિલ હોસ્પીટલમાંથી ભાગી છૂટેલા બંન્ને આરોપીઓ પૈકી (૧) લોકેશ પોતાના ગામ કોટડા (તા.ગડી) તથા (ર) જીતુ પોતાના ગામ પારડા (તા.ગડી) બાંસવાડા ખાતે પહોંચી ગયા હતા. પોલીસે ગામમાં છુપા વેશે જઈ તપાસ હાથ ધરી બંન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.

શહેરના શાહીબાગ અને ચાંદખેડા વિસ્તારમાં (shahibag and chandkheda area) ઘરઘાટીના સ્વાંગમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીના ચાર સાગરિતોને તાજેતરમાં જ રાજસ્થાનથી ઝડપીને ચાંદખેડા લવાયા બાદ તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં અને રિમાન્ડ પુરા થયા બાદ મંગળવારે રાત્રે ચાંદખેડા પોલીસ ચારેય આરોપીઓના મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી અને ત્યાં બે રીઢા ગુનેગારોએ પોલીસ કોન્સ્ટેબલોને ધક્કો મારી ફરાર થઈ જતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

પરંતુ બુધવારે વહેલી સવાર સુધી આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ ટીમોને તપાસ સોંપવામાં આવી છે અને એક ટીમને રાજસ્થાન રવાના કરવામાં આવી છે. પોલીસની બેદરકારીથી ચોકી ઉઠેલા અધિકારીઓએ આ સમગ્ર ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે. શાહીબાગ પોલીસે આ ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં તસ્કર અને લુંટારુઓ આંતક મચાવી રહયા છે જેના પગલે પોલીસ વિભાગ દ્વારા કેટલીક ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે ખાસ કરીને ઘરે કામ કરતા ઘરઘાટીઓની સંપૂર્ણ વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે.

જાકે અનેક મકાન માલિકો પોલીસ કમિશનરના આ જાહેરનામાનો અમલ કરતા નથી. ચારેય આરોપીઓને ઝડપી લીધા બાદ અમદાવાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં. તા.૩જીના રોજ ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરતા તા.૯મી સુધીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતાં.

તેમજ રીમાન્ડ દરમ્યાન જ ચારમાંથી બે આરોપીઓ મેડીકલ ટેસ્ટ દરમ્યાન સિવીલ હોસ્પિટલના પરિસરમાંથી કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.