Western Times News

Gujarati News

સરકારી શિક્ષકોમાં ટયૂશન કરીને વધુ કમાણી કરવાની લાલચ વધી રહી છેઃ કોર્ટ

મદુરાઈ, સરકારી શાળાના શિક્ષકો દ્વારા લેવાતા ટયુશન વર્ગોની સતત વધતી પ્રથા અંગે મદ્રાસ હાઈકોર્ટે ટકોર કરી છે એક કેસની સુનાવણી દરમ્યાન જસ્ટીસ એસ.એમ. સુબ્રમણ્યમએ ટકોર કરીહતી કે શિક્ષકોમાં ટયુશનના વર્ગો અને પાર્ટટાઈમ ધંધો કરવાની પ્રવૃત્તિઓ કેન્સરની જેમ ફેલાઈ રહી છ.

તેઓમાં વધુ પૈસા કમાવવાની લાલચ વધી રહી છે. આ પ્રકારે કામ કરવાની છૂટ આપીને સરકાર શિક્ષકો પોતાના કર્તવ્યો પ્રત્યે પ્રતીબદ્ધ અને સર્મપિત રહેશે તેવી આશા રાખે તે વ્યર્થ છે.

આ સાથે જ કોર્ટે જાતે આ મામલે સતર્ક બનીને સ્કૂલના શિક્ષણ વિભાગના પ્રમુખ સચીવ અને શિક્ષણ કમીશનરને શિક્ષકો દ્વારા કરવામાં આવતી ગેરરીતિની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તે ઉપરાંત ટયુશન કે અન્ય કોઈ ધંધામાં સક્રીય એવા સરકારી શિક્ષકો પર નજર રાખી. શકાય તેવી માર્ગદશિર્કા બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

એક સરકારી શાળાની શિક્ષિકાની અરજી પર હાઈકોર્ટે સુનાવણી દરમ્યાન આ નિર્દેશો આપ્યા હતા. શિક્ષિકાએ પોતાના પતિની ૩૦ કિલોમીટરના દાયરામાં ટ્રાન્સફરની માંગ કરી, જે એક સરકારી શિક્ષક પણ હતા. જેના પર સુનાવણી હાથ ધરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.