Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૯૨૧ કેસ

નવી દિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫ હજાર ૯૨૧ કેસ સામે આવ્યા છે અને ૨૮૯ લોકોના મૃત્યુ થયા છે. કાલે ૬ હજાર ૩૯૬ કેસ અને ૨૦૧ મોત નોંધાયા હતા.

એટલે કે કાલની તુલનામાં આજે કેસમાં ઘટાડો થયો છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરાયેલા આંકડા પ્રમાણે કાલે કેસમાં ૧૩ હજાર ૪૫૦ લોકો સાજા થયા, ત્યારબાદ હવે એક્ટિવ કેસ ઘટીને૬૩ હજાર ૮૭૮ રહી ગયા છે.

તો મહામારીને કારણે મૃત્યુ પામનારની સંખ્યા વધીને ૫ લાખ ૧૪ હજાર ૮૭૮ થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી ૪ કરોડ ૨૩ લાખ ૭૮ હજાર ૭૩૧ લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વિરોધી રસીના આશરે ૧૭૮ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

શુક્રવારે ૨૪ લાખ ૬૨ હજાર ડોઝ આપવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધી વેક્સીનના ૧૭૮ કરોડ ૫૫ લાખ ૬૬ હજાર ૯૪૦ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના અન્ય બીમારીથી પીડિત લોકોને ૨ કરોડથી વધુ (૨,૦૫,૦૭,૨૩૨) પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી કરવામાં આવી હતી. તે જ સમયે, દેશની સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ ૧૨ થી ૧૭ વર્ષની વયના બાળકો માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિડ રસી કોવોવેક્સને કટોકટી ઉપયોગની પરવાનગીની ભલામણ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.