Western Times News

Gujarati News

વિસનગરમાં લગ્નની દાવત બાદ ૧૨૫૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

મહેસાણા, ગુજરાતમાં પહેલીવાર ૧૨૨૫ હજાર લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ હોવાનો કિસ્સો બન્યો છે. વિસનગરના સવાલા નજીક લગ્નના જમણવાર બાદ ૧૨૨૫ લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ છે. આટલી મોટી સંખ્યામાં પહેલીવાર ફૂડ પોઈઝનિંગનો કિસ્સો બન્યો છે.

અસરગ્રસ્તોને મહેસાણા, વિસનગર અને વડનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મહેસાણામાં મોટી સંખ્યામાં ફૂડ પોઈઝનિંગની અસરનો કિસ્સો સામે આવ્યો છે. વિસનગરના સવાલા નજીક લગ્ન પ્રસંગમાં ૧૨૨૫ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે.

લગ્ન પ્રસંગમાં ભોજન લેનારા લોકોને બાદમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. વઝીર પઠાણ નામના શખ્સના ઘરે લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગમાં ખાસ નોનવેજ ખાનાર લોકો માટે ભોજન સમારંભ યોજ્યો હતો. જ્યાં એકસાથે ૧૨૨૫ લોકોને ફૂડ પોઝનિંગ દોડધામ થયુ હતું.

ફૂડ પોઈઝનિંગની ઘટનાથી જિલ્લા તંત્ર દોડતું થયું હતું. આ બનાવ બાદ જિલ્લા કલેક્ટરે દર્દીઓની મુલાકાત લીધી હતી. તમામ દર્દીઓને મહેસાણા, વિસનગર અને વડનગરની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આટલા લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગ થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. મહેસાણા કલેક્ટરે ઘટનાના અપડેટ આપતા કહ્યું કે, હાલ દર્દીઓની તબિયત સુધારા પર છે.

દર્દીઓને ૦૨૭૬૨-૨૨૨૨૨૦/૨૨૨૨૯૯ પર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે. લગ્ન સમારોહમાં જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, તેમાંથી ૯૫ ટકા જેટલા લોકોને સારવાર બાદ રજા અપાઈ હતી. હાલમાં વિસનગર વડનગર મહેસાણામાં કુલ ૪૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

લગ્ન સમારોહમાં દિલ્હી દરબાર નામના કેટરર્સને ભોજન બનાવવા માટે ઓર્ડર અપાયો હતો. આ દિલ્હી દરબાર કેટરર્સ મુંબઈનુ છે. કેટરર્સના કર્મચારીઓને પણ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. તેઓએ નોનવેજ ખાધા બાદ તબિયત લથડી હોવાનું જણાવ્યુ હતું.

બીજી તરફ સાબરકાંઠાના ઈડરના પાંજરાપોળમાં પશુઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ફૂડ પોઈઝનિંગથી અસરથી ૧૧૬ પશુઓના મોત થયા હતા. કુલ ૨૭ ગાય અને ૮૯ વાછરડાના મોત થયા હતા. ૩૦૦ જેટલા પશુઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. આ સિવાય અનેક પશુઓની સારવાર કરીને તેમને બચાવાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.