Western Times News

Gujarati News

US જવાની ઘેલછામાં તુર્કી પહોંચેલા ૩૭ ગુજરાતી પરિવારોનો કોઈ અતોપતો જ નથી

અમદાવાદ, અમેરિકા જવાની ઘેલછા અને ડોલરમાં કમાવવાના દિવાસ્વપ્નમાં રાચતા કેટલાક લોકો એવા રસ્તા અપનાવી રહ્યા છે જેનું પરિણામ ખૂબ જ ભયાનક હોઈ શકે છે. આવું જ કંઈક થયું છે ગુજરાતના ૩૭ જેટલા પરિવારોના કુલ ૧૩૬ લોકો સાથે તેવું તપાસ એજન્સીઓની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.

ગેરકાયદે અમેરિકા જવા માટે આ લોકોએ કબૂતરબાજ એજન્ટો મારફત તુર્કી અને ત્યાંથી વાયા મેક્સિકોનો ખૂબ જ ખતરનાક રુટ પસંદ કર્યો છે. જેનું પરિણામ એ આવ્યું કે તેઓ અમેરિકા પહોંચ્યા કે નહીં તેને કોઈ ખબર જ નથી પરંતુ તેમનું છેલ્લું લોકેશન તુર્કી હોવાનું સામે આવ્યું છે અને પછી ત્યારબાદ આ લોકોનો કોઈ અતોપતો નથી. તેમ રાજ્યમાં માનવતસ્કરીની તપાસ કરી રહેલા એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું છે.

ગાંધીનગરના કલોલ તાલુકાના ૬ લોકોના ગુમ થવાની ઘટનાની તપાસ દરમિયાન સામે આવ્યું કે ૨ કપલ્સ અને બે બાળકો સહિત આ ૬ ગેરકાયદે ઈમિગ્રાન્ટ્‌સ અમેરિકા જવા માટે કબૂતરબાજ એજન્ટની સહાયથી તુર્કી પહોંચ્યા હતા અને ત્યાંથી વાયા મેક્સિકો અમેરિકા જવાના હતા. જાેકે તુર્કી પહોંચીને જ આ તમામ લોકો ભેદી સંજાેગોમાં સંપર્ક વિહોણા થઈ ગયા છે.

આ સમગ્ર મામલે તપાસમાં સામે આવ્યું છે કે આ ૬ લોકો જાન્યુઆરી મહિનામાં તુર્કી પહોંચ્યા હતા. જે દરમિયાન તપાસકર્તાઓને જાણવા મળ્યું કે તેમની જેમ બીજા ૧૮ ગુજરાતીઓ જે ગેરકાયદેસર અમેરિકા જવા માટે તુર્કી પહોંચ્યા હતા તેઓ પણ ગુમ થઈ ગયા છે અને કથિતરુપે માનવ તસ્કરી ગેંગ સાથે જાેડાયેલા માફિયાઓએ તેમનું ઇસ્તામ્બુલથી જ અપહરણ કરી લીધું છે.

વધુ તપાસમાં જે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જે મુજબ ગુમ થયેલા પરિવારોનો આંકડો ૩૭ જેટલો હોઈ શકે છે જેમાં કુલ મળીને ૧૩૬ લોકો છે જેઓ ગુજરાતના ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ જિલ્લાના રહેવાસીઓ છે તેમ એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ મામલે જાણ રાખનારા એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘૬ ગેરકાયદે ઈમિગ્રાન્ટ્‌સના સંપર્ક વિહોણા થવાના કિસ્સાની તપાસમાં જે તથ્યો બહાર આવી રહ્યા છે તે જાણીને લાગી રહ્યું છે કે આ તો ફક્ત હિમશિલાની ટોચ માત્ર છે.

તપાસમાં સામે આવ્યું છે કે ગાંધીનગર અને મહેસાણાના બીજા ૧૮ લોકો પણ આજ સમયગાળામાં તુર્કીમાં સંપર્ક વિહોણા થયા છે. અને હવે શંકા સેવવામાં આવી રહી છે કે આ જ રીતે બીજા ૧૧૨ જેટલા ગેરકાયદે માઈગ્રાન્ટ્‌સ ગુમ થયા છે અથવા તો તુર્કિશ માફિયા દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.’ અધિકારીએ કહ્યું કે જાન્યુઆરી ૧૦ અને ૨૦ની વચ્ચે ૩૭ પરિવારોને ઈન્સ્તામ્બુલ મોકલવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે ગુજરાતના આવા કબૂતરબાજ એજન્ટો બીજા દેશોમાં ઈમિગ્રેશન અધિકારીઓ અને ગુનેગાર તત્વો સાથે કનેક્ટેડ હોય છે જેઓ આવી ગેરકાયદેસર માનવ તસ્કરીનો ભાગ હોય છે. જે લોકો અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવા માગતા હોય છે તેમના માટે તુર્કી એક મીડ વે સ્ટોપ હોય છે.

એકવાર તેઓ તુર્કી પહોંચી જાય પછી તેમને નકલી પાસપોર્ટ દ્વારા ફ્લાઈટ અથવા દરિયાઈ માર્ગે મેક્સિકો મોકલવામાં આવે છે. ત્યારબાદ મેક્સિકોમાં રહેતા એજન્ટો આવા લોકોને અમેરિકામાં સ્મગલ કરે છે. જાેકે આ કેસમાં માફિયાઓએ આવા ગેરકાયદે ઈમિગ્રાનટ્‌સનું અપહરણ કરી લીધું છે અને હવે તેઓ તેમના સંબંધીઓને ફોન કરીને રુ. ૨થી ૫ લાખની ખંડણી માગી રહ્યા છે.

તેમજ આ પરિવારો પણ ડરના માર્યા કે તેમના સ્વજનોને માફિયાઓ નુકસાન પહોંચાડશે માટે પોલીસ ફરિયાદ કરવાથી દૂર રહે છે. મોટાભાગના આ ગુમ થયેલા લોકો ઉત્તર ગુજરાત વિસ્તારના છે. કારણ કે અહીં ગામડાઓમાં લોકો વચ્ચે કોઈપણ ભોગે અમેરિકા જવાની ઘેલછા ખૂબ જ વધારે પ્રમાણમાં જાેવા મળે છે.

અધિકારીઓએ આવા જાેખમી માર્ગની પસંદગી કરતાં લોકોને સાવચેત કવરાના હેતુંથી કહ્યું કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સ પોતાના સપનાના દેશમાં જવા માટે તમામ યાતનાઓમાંથી પસાર થાય છે. “જ્યારે ગેરકાયદેસર ઇમિગ્રાન્ટ્‌સ તુર્કી પહોંચે છે, ત્યારે ઇસ્તામ્બુલમાં માનવ તસ્કરો તેમને મેક્સિકોમાં તેમના સાથી એજન્ટો પાસેથી ગ્રીન સિગ્નલ ન મળે ત્યાં સુધી ૩-૬ મહિના માટે ભાડાના ફ્લેટમાં રાખે છે.

અહીં જાે તેઓ માફિયાઓથી બચી જાય અને સુરક્ષિત રીતે તુર્કીની બહાર નીકળી જાય તો પણ ગેરકાયદે ઇમિગ્રાન્ટ્‌સને કદાચ મેક્સિકન એજન્ટ દ્વારા પર શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવી શકે છે, જાે ગુજરાતમાં તેમના એજન્ટ અથવા ગેરકાયદે પ્રવાસને સ્પોન્સર કરનારા મુખ્યત્વે આંગડિયા – તેમના ખર્ચ માટે માગવામાં આવેલી રકમ આપવામાં નિષ્ફળ જાય.”

મહત્વનું છે કે જાન્યુઆરીમાં ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ગાંધીનગરના ડીંગુચાના એક પટેલ પરિવારના ચાર લોકો કેનેડા બોર્ડર નજીક થીજી જવાથી મૃત્યુ પામ્યા પછી ગુજરાતમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન રેકેટ તપાસ એજન્સીઓની નજર હેઠળ આવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.