Western Times News

Gujarati News

અમદાવાદ: ઓઢવ રિંગ રોડ પરથી જતી ટ્રકમાં દારૂનો જથ્થો ઝડપાયો

પ્રતિકાત્મક

અમદાવાદ, દારૂ બંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં બુટલેગરોનો વાહનમાં અન્ય સામાનની સાથે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી ક્રાઈમ બ્રાન્ચે નિષ્ફળ બનાવી દીધો છે.

શહેરમાં ઓઢવ રિંગ રોડ પર બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટ્રકને અટકાવીને તપાસ કરતા તેમાં જુદી જુદી બ્રાન્ડના બુટના કોથળા ભરેલા હતા.

જાેકે સામાન હટાવીને અંદર જાેતા ટ્રકમાંથી ઈંગ્લિશ દારૂ ભરેલી ૫૭૭ પેટીઓ મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઈંગ્લિશ દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. આ ટ્રકમાં ડ્રાઇવર તથા તેની સાથેના એક યુવકની પણ ધરપકડ કરી છે. આરોપીઓ ટ્રકમાં બુટની આડમાં દારૂ લઈને જઈ રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ૪ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રામોલથી દારૂ ભરેલી ટ્રક નરોડા તરફ જઈ રહી છે, જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઓઢવ રિંગ રોડ પર પહોંચી હતી. આ વિસ્તારમાં અગાઉ પણ દારૂ ભરેલી ટ્રક પસાર થઈ હતી.

આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રક આવતા તેને રોકીને તેમાં તપાસ કરી હતી. જેમાં સફેદ કોથળામાં અલગ અલગ કંપનીના બુટ હતા અને બુટના બોક્સ હટાવીને જાેતા ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી.

ટ્રકમાંથી કુલ ૫૭૭ પેટી દારૂ જેની કિંમત ૩૧.૯૪ લાખ છે તે કબજે કરી હતી સાથે ટ્રક ડ્રાઇવર ધર્મપાલ સિંહ અને મંજિત ચમરની ધરપકડ કરી હતી અને દારૂ મોકલનાર સોનુ અને રાજુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

બુટલેગરોએ દારૂ સંતાડવા માટે બુટના કોથળાથી તેને ઢાંકી દીધો હતો, જાેકે તેમ છતાં પોલીસે તેમનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો. આ દારૂ કઈ જગ્યાએ અને કોને આપવાનો હતો તે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.