Western Times News

Gujarati News

હર્બલ ગુલાલ માટેની માગમાં 124 ટકા સુધીનો વધારો થયો

75% માગ દિલ્હી અને અમદાવાદમાંથી જનરેટ થઈ છે

મુંબઈ, નિયંત્રણો હળવા થવાથી અને કોવિડના કેસોમાં ઘટાડો થવાથી આ હોળીએ રંગો માટેની માગમાં અસાધારણ વધારો થયો છે, ખાસ કરીને હર્બલ ગુલાલ માટેની માગ વધી છે એવું તારણ ભારતના નંબર 1 લોકલ સર્ચ એન્જિન જસ્ટ ડાયલ પર બહાર આવ્યું છે.

છેલ્લાં બે વર્ષ દરમિયાન મહામારીને કારણે ભારતમાં તહેવારની એકદમ ફિક્કી ઉજવણી જોવા મળી હતી. પણ આ વર્ષે 80 ટકા પુખ્ત વસ્તીનું ઓછામાં ઓછા બે ડોઝ સાથે સંપૂર્ણ રસીકરણ થવાથી સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર સુધારો થયો છે અને આ હોળી માટે રંગો માટેની માગમાં વધારો થયો છે.

જસ્ટ ડાયલ પર હોળીના રંગો માટે સંપૂર્ણ સર્ચમાં વર્ષ-દર-વર્ષ 120 ટકાનો વધારો થયો છે, તો હર્બલ ગુલાલ માટેની માગમાં 124 ટકાનો વધારો થયો છે. આ હોળી દરમિયાન તહેવારના આનંદઉમંગમાં વધારો થવાથી સ્થાનિક સ્વીટ શોપ અને ડ્રાય ફ્રૂટ ગિફ્ટ હેમ્પર્સ માટે સર્ચમાં વધારો થયો છે.

આ વલણો પર જસ્ટ ડાયલના સીએમઓ શ્રી પ્રસૂન કુમારે કહ્યું હતું કેઃ “બે વર્ષના ઠંડા પ્રતિસાદ પછી ચાલુ વર્ષની હોળી રંગોના ઉત્પાદકો વચ્ચે ખુશીઓ લાવશે એવી અપેક્ષા છે. અમે ચાલુ વર્ષના તહેવારો માટે હોળીના રંગો માટેની માગમાં નોંધપાત્ર વધારો જોયો છે

અને આ એ હકીકતનો પુરાવો છે કે, જસ્ટ ડાયલે આ મોટા ભાગે અસંગઠિત ક્ષેત્રને ઓનલાઇન સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે. માગમાં આ વધારો હર્બલ ગુલાલ માટેની પસંદગીમાં વધારાને આભારી છે. હર્બલ ગુલાલ માટેની માગ વર્ષ-દર-વર્ષ 124 ટકા સુધી વધી છે, કારણ કે લોકો ત્વચાને અનુકૂળ પસંદગી કરી રહ્યાં છે.”

ટિઅર-1 શહેરોમાં રંગો માટેની કુલ માગનો 50 ટકા હિસ્સો દિલ્હીમાંથી જનરેટ થયો હતો, તો અમદાવાદમાંથી 25 ટકા માગ જનરેટ થઈ હતી. હર્બલ ગુલાલ માટે પણ દિલ્હીમાંથી સૌથી વધુ માગ જનરેટ થઈ હતી અને ત્યારબાદ અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદમાં મહત્તમ માગ જોવા મળી હતી.

ટિઅર-2 શહેરોમાં હર્બલ રંગો માટેની મહત્તમ માગ જયપુરમાં જોવા મળી હતી, તો ટિઅર-2 શહેરોમાં લખનૌ, અજમેર, સુરત અને મેરઠે ટોપ-5 શહેરોમાં સ્થાન મેળવ્યું હતું.

તહેવારો નજીકમાં હોવાથી સમગ્ર દેશમાં ડ્રાય ફ્રૂટ ગિફ્ટ બોક્ષ માટેની માગમાં પણ 24 ટકાનો વધારો થયો હતો. જ્યારે આ દ્રષ્ટિએ ટિઅર-1 શહેરોમાં ટોચના ત્રણ શહેરો દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ હતા, ત્યારે ટિઅર-2 શહેરોમા ટોચના 5 શહેરોમાં પટણા, જયપુર, જમ્મુ, લખનૌ અને ચંદીગઢ હતા, જ્યાં ડ્રાય ફ્રૂટ બોક્ષ માટેની મહત્તમ માગ જોવા મળી હતી.

પ્લેટફોર્મ પર સ્થાનિક મીઠાઈની દુકાનો માટે સર્ચમાં વર્ષ-દર-વર્ષ 152 ટકાનો વધારો થયો હતો. જ્યારે ટિઅર-1 શહેરોમાં સૌથી વધુ સર્ચ મુંબઈ અને દિલ્હીમાં થયું હતું, ત્યારે ટિઅર-2 શહેરોમાં સૌથી વધુ સર્ચ ચંદીગઢ, જયપુર, લખનૌ, લુધિયાણા અને કાનપુરમાં થયું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.